પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પત્ની સાક્ષી સાથે ફરી પહોંચ્યો દૂબઈ

0
18
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૯

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાની પત્ની સાક્ષી, બેટી જીવા અને કેટલાક મિત્રોની સાથે દૂબઈમાં છે અને રજાઓની મજા લઈ રહ્યો છે. જીવા ધોનીના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટમાંથી વીડિયો પણ શેર કર્યો છે. સાક્ષીનો બર્થ ડે ૧૯ નવેમ્બર એટલે કે આજે છે અને આ ખાસ પ્રસંગને સેલિબ્રેટ કરવા માટે ધોની ફરી એકવાર દૂબઈ પહોંચ્યો છે. તેમની સાથે તેમના મિત્રો પણ છે. જીવાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટમાં કેટલાક ફોટો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે. જેમાં તે દૂબઈમાં મસ્તી કરતી નજરે પડી રહી છે.

આ વર્ષે યૂએઈમાં રમાડવામાં આવેલી આઈપીએલની ૧૩મી સીઝન ધોની અને તેમની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખુબ જ  ખરાબ રહી હતી. એવું પહેલી વખત બન્યું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્લે ઓફમાં પણ ન પહોંચી શકી. જેના કારણે ટીમના ચાહકો ખુબ જ દુઃખી થયા હતા. હાલ મહેન્દ્રસિંહ ધોની પત્ની અને મિત્રો સાથે દૂબઈમાં રજાઓની મજા લઈ રહ્યો છે. તો સાથે સાથે પત્નીના જન્મદિવસની ઉજવણી પણ ધામધૂમથી કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here