પૂજા બેનર્જી મહિના સુધી પુત્રને હાથમાં ન લઈ શકી

0
16
Share
Share

મુંબઈ,તા.૧૩

ટીવી કપલ પૂજા બેનર્જી અને કુણાલ વર્માના ઘરે ગયા વર્ષે ૯મી ઓક્ટોબરે દીકરાનો જન્મ થયો હતો. પૂજા અને કુણાલે તેમના દીકરાનું નામ ક્રિશિવ પાડ્યું છે. કપલે હવે તેમના ત્રણ મહિનાના દીકરાની એક્સક્લુઝિવ તસવીર  શેર કરી છે. જીવનના આ સમયગાળાને તું કેવી રીતે માણી રહી છે તેમ પૂછતાં પૂજાએ કહ્યું કે, ’ક્રિશિવની ડિલિવરી બાદ મને સ્વાસ્થ્યને લગતી કેટલીક સામાન્ય તકલીફ થઈ હતી. તેથી અમે વધારે સાવચેતી રાખી હતી. એક મહિના સુધી હું મારા દીકરાને હાથમાં લઈ શકી નહોતી. જેના કારણે હું રડતી હતી. પરંતુ હવે હું એકદમ ઠીક થઈ ગઈ છે અને મારા દીકરાને હાથમાં લઈને રમાડી શકું છું તે વાત અમે અપાર ખુશી આપે છે. કુણાલ એક સારો પિતા છે જે મને બાળકને સાચવવામાં ઘણી મદદ કરે છે’. પૂજા આમ તો રોજ સવારે મોડી ઊઠે છે. હવે તેનો નિત્યક્રમ કેવો છે તેમ પૂછતાં, પૂજાએ કહ્યું કે, ’હું હજુ પણ રાતે મોડી ઊંઘું છું અને સવારે મોડી ઊઠું છું.

મને કોઈ સવારે વહેલી ઊઠાડી શકે નહીં. પરંતુ ક્રિશિવ માટે, તેનું સ્મિત જોવા માટે મને વહેલા ઊઠવામાં કોઈ વાંધો નથી. તે હવે રિએક્ટ કરતાં શીખી ગયો છે. હું સવારે ઊઠું એટલે તે મારી સામે જોઈને સ્માઈલ આપે છે અને પાસે આવવા માટે હાથ લંબાવે છે, આ બંને બાબત મને ખુશ કરી દે છે. માતૃત્વ સુંદર સમયગાળો છે અને હું તેને પૂરી રીતે માણી રહી છું. તે હવે મોટો થઈ રહ્યો છે એટલે વધારે મજા આવે છે. હું જીવનમાં હંમેશા વહેલા માતા બનવા માગતી હતી અને મારે ત્યાં બાળક આવ્યું તે બાબત મને ધન્ય બનાવે છે. ક્રિશિવ શાંત છે અને વધારે ચિડચિડિયો નથી. પૂજાએ કામ કરવાનું અને પ્રોજેક્ટ સ્વીકારવાનું શરુ કરી દીધું છે. તેણે કહ્યું કે, ’થોડા દિવસ પહેલા મારું એક મહત્વનું શૂટિંગ હતું અને એક મહિનાના પ્રોજેક્ટ માટે હું કોલકતા પણ જવાની છું. મારું માનવું છે કે, આ જ સમય કામ પર પરત ફરવાનો છે. મહામારી વિશે વાત કરતાં પૂજાએ કહ્યું કે, ’સાવચેતી અને કાળજી સાથે કોઈ પણ જીવનમાં આગળ વધી શકે છે. મેટરનિટી બ્રેક પર જતા પહેલા પૂજાએ સીરિયલ જગ જનની મા વૈષ્ણોદેવી’ને અલવિદા કહ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here