કાશ્મીર,તા.૨૮
જમ્મુ-કાશ્મીરની રહેવાસી પૂજા દેવીએ ઇતિહાસ રચી દીધો છે. તેઓ કાશ્મીરની પહેલી મહિલા બસ ડ્રાઇવર બન્યા છે, પરંતુ તેમની આ સફર એટલી સરળ નથી રહી. આજે તેમની વાતો લોકોને એ મેસેજ આપે છે કે મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. બાળપણથી જ તેમને મોટી ગાડી ચલાવવાનો શોખ હતો. ઘણો જ સંઘર્ષ કર્યો અને આજે તેઓ એ જગ્યાએ પહોંચી ગયા છે જ્યાં પહોંચવા ઇચ્છતા હતા.
૨૩ ડિસેમ્બરના સવારે તેમણે કઠુઆ રૂટ પર ચાલનારી એક બસનું સ્ટીયરિંગ સંભાળ્યું તો તમામ તેમને જોવા લાગ્યા અને દંગ રહી ગયા. કેટલાક વર્ષ પહેલા જ તેમણે ડ્રાઇવિંગ શીખવા માટે ટેક્સી ચલાવી. ત્યારબાદ જમ્મુમાં ટ્રક ચલાવ્યો. હવે તેઓ સ્થાનિક ટ્રાન્સપોર્ટરમાં બસ ચલાવવાનું કામ કરી રહી છે. તેઓ વધારે ભણેલા નથી અને તેમને લાગે છે કે આ કામ તેમના માટે બેસ્ટ છે. આ બધું કરવું એટલું સરળ નહોતુ. તેમના પતિ અને પરિવાર બંનેની ઇચ્છા વગર તે પોતાના આ સપનાને પૂરા કરવા માટે આગળ વધી.
તેઓ કહે છે કે, “તે પહેલીવાર બસ ચલાવીને ઘણી જ ખુશ છે. ટેક્સી અને ટ્રક પહેલા પણ ચલાવી ચુકી છું. આશા નહોતી કે કોઈ ભરોસો કરશે, પરંતુ આ સપનું પણ પૂર્ણ થઈ ગયું. કોઈ મોટા સપના નથી જોતી, પરંતુ ડ્રાઇવિંગને લઇને ખુલ્લી આંખે જોયેલું સપનું પૂર્ણ કરી લીધું. હવે હું અન્ય મહિલાઓને ડ્રાઇવિંગ શીખવવા ઇચ્છુ છું.