પૂજારાની દીકરી અદિતિએ ડાન્સ કર્યો, વીડિયો વાયરલ

0
24
Share
Share

પૂજારાએ દરેક ટેસ્ટ મેચની માફક આ ટેસ્ટ મેચમાં ઊભા રહી ઈન્ડિયાને જીત અપાવવા પોતાનું યોગદાન આપ્યું

રાજકોટ,તા.૨૧

બ્રિસ્બેનના મેદાનમાં ભારતીય ક્રિકેટ ટીમે ઐતિહાસિક જીત મેળવી છે. ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ૨-૧થી શ્રેણી જીતીને ઈતિહાસ રચી દીધો છે. ત્યારે બીસીસીઆઈ તેમજ પ્રધાનમંત્રી મોદીએ પણ ટિ્‌વટ કરીને ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયા જે જીત મેળવી છે તેને બિરદાવી છે. ત્યારે ટીમ ઈન્ડિયાના પ્લેયર ચેરશ્વર પૂજારાના પિતા અરવિંદ ભાઈ પૂજારાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝની સાથોસાથ ૩૨ વર્ષનો ગાબા સ્ટેડિયમનો જુનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. બ્રિસ્બેનમાં આપણે જે જીત મેળવી છે તે ઐતીતિહાસીક જીત છે. આ સિરીઝમાં સૌથી વધુ બોલ ચેતેશ્વર પૂજારાએ ફેસ કર્યા તે ખૂબ જ મહત્વનું છે. ૨૦૧૮-૧૯ અને ત્યાર બાદ હવે ૨૦૨- ૨૦૨૧માં જે પ્રકારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે તે ખૂબ જ મહત્વનું છે. ગઈકાલે જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવ્યો ત્યારે અમારા ઘરમાં પણ ખૂબ ખુશીનો માહોલ છવાયેલો હતો. મારી પૌત્રી પણ ક્રિકેટ ટીમની જીત થી ખુશ ખુશાલ થઈ ઝૂમી ઉઠી હતી. ત્યારે  ઓલરાઉન્ડર પ્લેયર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમે જે જીત મેળવી છે તે અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિદેશી ધરતી પર જે પ્રકારે ભારતીય ટીમે જે પ્રદર્શન દેખાડ્યું છે તે ખરેખર કાબિલેતારીફ છે. ટીમના દરેક ખેલાડી એ પોતાનું બેસ્ટ આપ્યું છે તેના કારણે ભારતીય ટીમ શ્રેણી જીતી શકી છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના ચેતેશ્વર પૂજારાએ દરેક ટેસ્ટ મેચની માફક આ ટેસ્ટ મેચમાં પણ અડીખમ ઊભા રહી ટીમ ઈન્ડિયાને જીત અપાવવા માટે પોતાનું બેસ્ટ આપ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here