પૂજારાએ ટેસ્ટ કરિયરની સૌથી ધીમી અડધી સદી ફટકારી

0
25
Share
Share

સિડની,તા.૯

ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં બનાવેલા ૩૩૮ રનના જવાબમાં ભારત ૨૪૪ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. પુજારા ૫૦ રન બનાવી આઉટ થયો હતો. જોકે આ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. પુજારાએ આજે તેના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી અડધી સદી ફટકારી હતી.

પુજારાએ અડધી સદી મારવા માટે ૧૭૪ બોલ લીધા હતા. જોકે તે ૫૦ રનના સ્કોર પર જ આઉટ થયો હતો. ચાલુ સીરિઝમાં પુજારાને ચોથી વખત કમિંસે આઉટ કર્યો હતો. જેની સાથે કમિંસ પુજારાને એક સીરિઝમાં ૪ વખત આઉટ કરનારો પ્રથમ બોલર બન્યો હતો. કમિંસે ફેકેલા ૧૨૯ બોલમાંથી પુજારા ૧૧૯ બોલ પર રન બનાવી શક્યો નથી અને ૪ વખત આઉટ થયો છે.

આ પહેલા પુજારાની ટેસ્ટ કરિયરમાં સૌથી ધીમી અડધી સદી સાઉથ આફ્રિકા સામે હતી. ૨૦૧૮માં જોહાનિસબર્ગમાં તેણે ૧૭૩ બોલમાં અડધી સદી ફટકારી હતી. જોકે આ બંને ઇનિંગની એક સમાનતા એ પણ હતી કે બંને વખતે ૫૦ પર જ આઉટ થયો હતો અને બંને વખતે વિકેટકિપરે જ કેચ કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here