પુત્રે હોય તો જ પરિવાર પૂરો થાય : ટીજે સિદ્ધુનો સવાલ

0
28
Share
Share

મુંબઈ,તા.૨૦

ટીવી કપલ ટીજે સિદ્ધુ અને કરણવીર બોહરા ત્રણ ક્યૂટ દીકરીઓના માતા-પિતા છે. એક્ટર અને તેની પત્ની સોશિયલ મીડિયા પર તેમની દીકરીઓની તસવીરો અને વીડિયો મૂકતા રહે છે, જે દર્શાવે છે કે તેઓ એક સુખી અને ખુશ પરિવાર છે. પરંતુ શું દીકરો ન હોવાથી તેમનો પરિવાર અધૂરો છે? ટીજે સિદ્ધુએ ઈન્સ્ટાગ્રામ પર હાલમાં જ એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં સમાજમાં હજુ પણ જોવા મળી રહેલી જાતીય અસમાનતા પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ટીજે સિદ્ધુએ પતિ તેમજ ત્રણેય દીકરીઓ સાથેની સુંદર તસવીર શેર કરી છે. જેમાં ટીજે, કરણવીર અને મોટી દીકરીઓ બેલા તેમજ વિયેના બ્લેક આઉટફિટમાં છે જયારે બે મહિનાની જીયા વેનેસા સ્નોએ પિંક-વ્હાઈટ કલરના કપડા પહેર્યા છે અને વાળમાં હેર બેન્ડ લગાવી છે. આ તસવીરની સાથે તેણે લખ્યું છે કે, ૧૫મી ફેબ્રુઆરી પરિવાર દિવસ હતો અને હા મારી આ પોસ્ટ હંમેશાની જેમ ઘણી મોડી છે. હું કંઈક શેર કરવા માગુ છું. હાલમાં, મારા એક ઓળખીતાને ત્યાં દીકરાનો જન્મ થયો (તેમને પહેલાથી એક દીકરી હતી). જાણીતા જ એક વ્યક્તિએ એવી કોમેન્ટ કરી કે, ’અભિનંદન. હવે તમારો પરિવાર પૂરો થયો! આ વાતથી હું થોડી નિરાશ થઈ ગઈ. શું તમારે દીકરો હોય તો જ તમારો પરિવાર પૂરો થાય? ધારો કે, તે વ્યક્તિને ત્યાં બીજી દીકરીનો જન્મ થયો હોત તો. શું તેમનો પરિવાર અધૂરો’ રહી જાત. એક બાળક હોવું એ પણ આશીર્વાદ છે! તે પછી તમારી પાસે કેટલા છે, અથવા છોકરો છે કે છોકરી, તે તમારી ’સંપૂર્ણતા’ નક્કી કરી શકે નહીં. ટીજેએ આગળ લખ્યું છે કે, મને ખાતરી છે કે, તે ટિપ્પણી અપમાનજનક નહોતી. મારું માનવુ છે કે યુવાન પેઢી તરીકે, આપણે આપણા વિચારો સાથે વધારે જવાબદાર રહેવાની જરૂર છે. ચાલો બીજાને પરિવારની ઉજવણી કરતાં શીખવીએ. મારા માટે, પરિવાર એ જ છે જે મને આનંદ આપે છે અને તે જ મને પૂર્ણ કરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here