પુણેની શિવરાજ હોટલ પોતાના ગ્રાહકો માટે ૪ કિલોની બૂલેટ થાળી પૂરી કરનારને એનફિલ્ડનું ઈનામ

0
27
Share
Share

આ પ્રતિયોગિતામાં ભાગ લેનારા વ્યક્તિએ એક નૉન વેજ થાળીને ૬૦ મિનિટમાં ખાઈને પૂરી કરવાની રહેશે

પૂણે, તા. ૨૧

પુણેની શિવરાજ હોટલ પોતાના ગ્રાહકો માટે અનોખી ઑફર લઇને આવી છે. અહીં ૪ કિલોની ‘બુલેટ થાળી’ને જો તમે ૬૦ મિનિટમાં ખત્મ કરી દો છો તો તમને રૉયલ એનફિલ્ડ બાઇક મળશે. ગ્રાહકોની સામે ૪ કિલોની આ બુલેટી થાળીને પુરી કરવી એક મુશ્કેલ ચેલેન્જ છે. આ હોટલ પુણેના બહારના વિસ્તાર વડગાવ મવલ વિસ્તારમાં છે. હોટલે કોરોના મહામારી દરમિયાન ગ્રાહકોને આકર્ષિત કરવા માટે આ અનોખી રીતે ‘વિન અ બૂલેટ બાઈક’ અપનાવી છે.

આવા સમયે જ્યારે રેસ્ટોરન્ટ્‌સ કોરોના વાયરસ મહામારીની વચ્ચે ભારે નુકસાનનો સામનો કરી રહી છે અને ખુદને બનાવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે, ત્યારે ગ્રાહકોને આકર્ષવા માટે આ અનોખી સ્કીમ કામ કરી રહી છે. આ પ્રતિયોગિતામાં ભાગ લેનારા વ્યક્તિએ એક નૉન વેજ થાળીને ૬૦ મિનિટમાં ખાઈને પૂર્ણ કરવાની રહેશે, જે પણ આ થાળીને ખત્મ કરી લેશે તે ૧.૬૫ લાખની કિંમતવાળી રોયલ એનફિલ્ડ બૂલેટ જીતી શકે છે.

આ નોન વેજિટેરિયન થાળીમાં ૧૨ વ્યંજન છે. આ વ્યંજનોને ૪ કિલોગ્રામ મટન અને માછલીમાંથી બનાવવામાં આવે છે. આ ખાસ વ્યંજનોનું નામ છે ફ્રાઇડ સુરમઈ, પૉમફ્રેટ ફ્રાઇડ ફિશ, ચિકન તંદૂરી, ડ્રાઈ મટન, ગ્રે મટન, ચિકન મસાલા અને કોલુંબી પ્રોન બિરયાની. એક થાળીની કિંમત ૨,૫૦૦ રૂપિયા છે. અહીં આવવા પર તમને આ કૉન્ટેસ્ટના બેનર જોવા મળશે અને મેન્યૂ થાળીમાં પણ કૉન્ટેસ્ટની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.

સોલાપુર મહારાષ્ટ્રના સોમનાથ પવારે આ કૉન્ટેસ્ટમાં ભાગ લીધો અને તેમણે એક રૉયલ એનફિલ્ડ પણ જીતી. પવારે બુલેટ થાળીને એક કલાકથી પણ ઓછા સમયમાં ખત્મ કરી હતી. આ પહેલા પણ શિવરાજ હોટલ હોટલ એક આવી જ કૉન્ટેસ્ટ લઈને આવી હતી જેમાં ૪ લોકોએ ૮ કિલોની રાવણ થાળીને ૬૦ મિનિટમાં ખત્મ કરવાની હતી. જીતનારાઓને ૫ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવતુ હતુ અને તેમણે થાળીની કિંમત પણ નહોતી આપવી પડતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here