પુણેથી બાય રોડ કોરોના રસીના ૯૩૫૦૦ ડોઝ સુરત પહોંચ્યા, સ્વાગત કરાયું

0
18
Share
Share

સુરત,તા.૧૩
જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે કોરોના વેક્સિનનો જથ્થો પુણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી દક્ષિણ ગુજરાત માટે કુલ ૯૩૫૦૦ ડોઝ સપ્લાય થયો છે. આ જથ્થો સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીઝનના સ્ટોરેજ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે. વેક્સિનનું મંત્રી સહિત પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. મહાપાલિકાના શહેરી વિસ્તારમાં રસીકરણ માટેના લાભાર્થી ૩૩૩૩૬ હેલ્થ વર્કરોને પ્રથમ તબક્કામાં ડોઝ આપવાનો હોય કોવિશિલ્ડના લગભગ ૩૪૦૦ નંગ વાયલ (રસીની શીશી)નો સ્ટોક સપ્લાય પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટર ખાતે સરકારની સૂચના બાદ સિવિલના સ્ટોરેજ સેન્ટર ખાતેથી મોકલાશે.
ત્યાં સ્ટોરેજમાં રખાયા બાદ ૧૬મીએ વેક્સિનેશન હાથ ધરાનાર હોય તે પ્રમાણે સ્મીમેર હોસ્પિટલ સહિતના હેલ્થ સેન્ટરો મુખ્ય હોસ્પિટલો મળી નિર્ધારિત ૨૨ સ્થાન પર મોકલવામાં આવશે. ડો. રૂપલ જેસવાણીએ જણાવ્યું હતું કે, ૯૩,૫૦૦ રસીનો જથ્થો આવ્યો છે. પાંચ જિલ્લા અને પાલિકા મળી દક્ષિણ ગુજરાત ઝોનનો સિવિલ ખાતેના રિજિયોનલ વેક્સિન સ્ટોર ખાતે જથ્થો આવશે. ૯૩૫૦૦ ટોટલ ડોઝ નો જથ્થો આવશે. એક વાયલમાં દશ ડોઝ આવશે એટલે વેક્સિન ભરેલી ૯૩૫૦ વાયલ(શીશી) આવશે.
રાજ્ય સરકારની સૂચના પ્રમાણે પાલિકા સહિત અન્ય જિલ્લાઓમાં રસીનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. કુમાર કાનાણી(રાજ્ય આરોગ્યમંત્રી)એ જણાવ્યું હતું કે, આજે વેક્સિનનો જથ્થો આવ્યો છે. સૌથી આનંદની લાગણી એ છે કે, આ વેક્સિન સ્વદેશી છે. લોકોમાં જે કોરોનાનો ડર હતો તેમાં ખૂબ જ રાહત મળશે. વેક્સિનના કારણે કોરોના સામે જંગ લડીશું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here