પીસીબીએ બીસીસીઆઈ પાસેથી વિઝા માટે લેખિતમાં ખાતરી માંગી

0
15
Share
Share

મુંબઈ,તા.૨૫

વર્ષ ૨૦૨૧માં ભારતમાં ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ ૨૦૨૩માં વનડે વર્લ્ડ કપ પણ ભારતમાં જ યોજાશે. આ બંને ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ પણ ભાગ લેશે. તેથી આ સંબંધમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ બીસીસીઆઈ પાસેથી વિઝા માટે લેખિતમાં ખાતરી માંગી છે.

મીડિયા રિપોર્ટ મુજબ પીસીબીએ બીસીસીઆઈ પાસેથી ખાતરી માંગી કે વર્ષ ૨૦૨૧માં ટી૨૦ વર્લ્ડ કપ અને ૨૦૨૩માં વન ડે વર્લ્ડ કપ રમવા માટે વિઝા મેળવવા માટે પાકિસ્તાની ખેલાડીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. રિપોર્ટ પ્રમાણે પીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાને એક ખાનગી યુટ્યુબ ચેનલ પર કહ્યું કે,‘અમે આ તથ્યને પણ જોઈ રહ્યા છીએ કે ભારત વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૩માં આઈસીસી વર્લ્ડ કપની યજમાની કરશે. તેથી અમે પહેલાથી જ આઈસીસીને કહ્યું છે કે અમને બીસીસીઆઈથી લેખિત ખાતરી અપાવવામાં મદદ કરે કે ભારતના વિઝા અને ત્યાર રમવાની મંજૂરી મેળવવામાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

આ માટે પાકિસ્તાન તરફથી આઈસીસીને વિનંતી કરવામાં આવી છે કે તે બીસીસીઆઈને કહે કે આ અંગે પોતાની સરકાર પાસેથી ખાતરી મેળવે. આ સાથે અધિકારીએ એ પણ પુષ્ટિ કરી કે આઈસીસી કાર્યકારી બોર્ડ પોતાની આવનાર સમયમાં થનારી બેઠકમાં નિર્ણય કરશે કે આગામી ટી૨૦ વર્લ્ડ કપની યજમાની ઓસ્ટ્રેલિયા કરશે કે પછી ભારત. વસીમ ખાને કહ્યું કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન થવાની હાલ કોઈ સંભાવના દેખાતી નથી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here