પીઢ રાજકારણી અને પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાનું ૮૭ વર્ષની વયે નિધન

0
19
Share
Share

રાજકોટ,તા.૧૬

ગુજરાતના પીઢ રાજકારણીનું અવસાન થતા રાજકીય ગલિયારોમાં ઘેરો શોક લાગ્યો છે. પૂર્વ સાંસદ એવા લીલાધર વાઘેલાનું અવસાન થયું છે આજે તેમને પાટણ ખાતે ૮૭ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પાટણના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય એવા લીલાધર વાઘેલાએ પોતાના પુત્રના ઘરે ડીસા ખાતે તેમનું અવસાન થયું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, લીલાધર વાઘેલા છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ૮૭ વર્ષના લીલાધર વાઘેલા ગુજરાતમાં પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ તરીકે રહી ચુક્યા છે. એટલું જ નહીં તેઓ ત્રણ વખત ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ પોતાની સેવા આપી ચૂક્યા છે. પાટણના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય એવા લીલાધર વાઘેલાએ પોતાના પુત્રના ઘરે ડીસા ખાતે અંતિમશ્વાસ લીધા હતા.

લીલાધર વાઘેલાનો જન્મ ૧૭ ફેબ્રુઆરી ૧૯૩૫ના રોજ મહેસાણના ચાણસ્મા તાલુકાના પીમ્પળ ગામે થયો હતો. તેઓએ બી.એ., બી.એડ સુધી અભ્યાસકર્યો હતો. લીલાધર વાઘેલા અગાઉ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. ચીમનભાઇ પટેલની સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા હતા. તેઓ ૨૦૦૪માં શંકરસિંહ વાઘેલા સામેની ચૂંટણી લડતા સૌથી વધારે લાઇમલાઇટમાં આવ્યાં હતા. ત્યારબાદ ભાજપમાં જોડાતાં તેઓને ૨૦૧૪માં પાટણ બેઠક પરથી ટીકિટ આપવામાં આવી હતી. જેમાં લીલાધર વાઘેલાએ ભાવસિંહ રાઠોડને હરાવ્યાં હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here