પીડીયુ સિવિલ હોસ્પિટલ-રાજકોટની આર.કે.સી. કમીટીમાં ગવર્નીંગ કાઉન્સિલર તરીકે જયેશ ત્રિવેદની નિયુક્તિ

0
15
Share
Share

રાજકોટ, તા.૧૧

સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ એવી પીડિત દીનદયાળ સિવિલ હોસ્પિટલ-રાજકોટના રોગી કલ્યાણ સમિતિના કાઉન્સિલર તરીકે ઉપલેટાના સેવા ભાવી સામાજિક કાર્યકર એવા જયેશ ત્રિવેદીની ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નીયુક્તી કરવામાં આવેલ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તબીબી શિક્ષણ પ્રભાગ હેઠળની મેડીકલ કોલેજો અને સલગ્ન સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની રચના કરવામાં આવતી હોય છે જેમાં જે સેવાકીય પ્રવૃતિ સાથે  ઉજ્જવળ હકારાત્મક કાર્ય કરતા હોય તેવા લોકોની કાઉન્સીલર તરીકે નિયુક્તિ થતી હોય છે જેમાં ઉપલેટા ૪ ટર્મથી નગર સેવક તરીકે ચુંટાયા આવે છે ખુબજ નમ્ર અને સેવા કાર્યોથી ધબકતું તેમનુ જીવન છે એમ એ (સાયકોલોજી), ટેક્ષ ટાઈલ એન્જીનીયરીંગ લાયબ્રેરી સાયન્સ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે અને છેલ્લા ૨૦ વર્ષથી આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે સિઘ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટના માઘ્યમથી સૌરાષ્ટ્રના લોકો માટે અનેક વિધ સેવાકીય પ્રવૃતિઓ કરતા એવા જયેશભાઈ એચ.ત્રિવેદીની ગવર્નીંગ બોડીમાં નિયુક્તિ કરવામાં આવી છે જેથી તેના સેવા કાર્યોમાં અનેરો ઉત્સાહ અને પ્રેરક બળ મળશે આ સેવાભાવી યુવાનની નિયુક્તિને સમગ્ર જીલ્લાના આગેવાનો તથા મિત્રોએ આવકારેલ છે.

આ અંગે જયેશભાઈ ત્રિવેદણીએ જણાવેલ કે આ નિયુક્તિથી સેવાનો એક અનેરો અવસર પ્રાપ્ત થયેલ છે કારણ કે આ મેડીકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં સામાન્ય સારવારની સાથે સાથે સ્પેશિયાલીસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગ પણ દદર્ીઓ માટે કાર્યરત છે અને સૌથી મોટી હોસિપટલનો દરજ્જો ધરાવે જેથી આ નિયુક્તિથી મને સેવાનો અનોન્ય અવસર મળેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here