પીડીપીના સંસ્થાપક સભ્ય મુઝફ્ફર હુસૈન બેગએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

0
24
Share
Share

શ્રીનગર,તા.૧૫

પીડીપીના સંસ્થાપક સભ્ય મુજફ્ફર હુસૈન બેગએ શનિવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. મુજફ્ફર હુસૈન બેગએ જમ્મૂ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીમાં સીટની વહેંચણી પર અસહમતિને લઇને રાજીનામું આપી દીધું છે. પીડીપી પાર્ટીના સૂત્રોએ કહ્યું કે મુજફ્ફર હુસૈન બેગએ પીડીપી સંરક્ષક મહબૂબા મુફ્તીને પાર્ટીએ પાર્ટી છોડવાના નિર્ણય વિશે જણાવ્યું છે. મુફજ્જર હુસૈન બેગ ૧૯૯૮માં પીડીપીની સ્થાપના સમયે પાર્ટી સાથે જોડાયેલા છે.

પીડીપી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે મુજફ્ફર હુસૈન બેગ પીપુલ્સ એલાયન્સ ફોર ગુપકર ડિક્લેરેશન દ્રારા સીટ વહેંચણી, ખાસકરીને ઉત્તર કાશ્મીરમાં સીટ વહેંચણીને લઇને નારાજ છે. પીએજીડીમાં નેશનલ કોન્ફ્રસ, પીડીપી, પીપુલ્સ કોન્ફ્રંસ અને માકપા સામેલ છે.

આ દરમિયાન મહબૂબા મુફ્તીએ ટ્‌વીટ કર્યું ’પીએજીડીને જમ્મૂ કાશ્મીરના લોકોની ઓળખ રક્ષા કરવા માટે બનાવી છે જેના પર ઓગસ્ટ ૨૦૧૯થી સતત હુમલો કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેની રચના ચૂંટણીમાં બઢત પ્રાપ્ત કરવા અથવા પાર્ટીના હિતોને આગળ વધારવા માટેક અરવામાં આવી છે આ ખોટું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here