પીઓકેમાં આતંકીઓના લોન્ચપેડ પર ભારતની પિનપોઈન્ટ સ્ટ્રાઈક

0
20
Share
Share

આતંકીઓને ઘૂસાડવા માટે પાકિસ્તાની સેના દ્વાર સરહદ પર સતત ગોળીબાર વચ્ચે ભારતીય સેનાનું આક્રમક પગલું : અનેક આતંકી ઠેકાણાનો ખાત્મો

નવી દિલ્હી, તા. ૧૯

પાકિસ્તાન અને ચીન સાથેની સરહદ પર તંગદિલી વચ્ચે ભારતે પીઓકેમાં એર સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ પીઓકેમાં મોટું ઑપરેશન પાર પાડ્યું છે. પીઓકેમાં આવેલા આંતકવાદીઓના લૉન્ચ પેડ પર એર સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ આ વિશે સત્તાવાર રીતે માહિતી આપી છે. સુરક્ષા સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં લૉન્ચિંગ પેડ પર એરસ્ટ્રાઇક કરી છે.

તેમણે કહ્યું કે, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના ઉદ્દેશથી વૈશ્વિક આતંકવાદ વિરોધી એફએટીએફથી તપાસથી બચવા અને એજ સમયે આતંકનું સમર્થન કરવાની વચ્ચે એક સારું સંતુલન બાંધવાનો પ્રત્યન કર્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી બૉર્ડર પર આતંકવાદી ગતિવિધિઓ અને પાકિસ્તાન તરફથી સીઝ ફાયર ઉલ્લંઘનની ઘટનાઓ વધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે ભારતીય સેનાએ પીઓકેમાં આતંકવાદી અડ્ડાઓ પર પિનપોઇન્ટ સ્ટ્રાઇક કરી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં ૪ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ચારેય આતંકીઓ ટ્રકમાં ગોળા-બારુદ લઈને જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા. સેનાને આ આતંકીઓની માહિતી મળતા જ નગરોટામાં આવેલા ટોલ પ્લાઝા પર તેમને રોકવામાં આવ્યા હતા. સેનાએ આંતકીઓને સરન્ડર કરવા કહ્યું હતું, પરંતુ તેઓ માન્યા નહોતા. પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ભારતે એરસ્ટ્રાઈક કરી છે. આતંકીઓના અડ્ડાપર એરફોર્સે એરસ્ટ્રાઈક કરીને લોન્ચ પેડને ધ્વસ્ત કરી નાંખ્યા છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં સ્ટ્રાઈક કરી છે. જેમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતે પીઓકેના કેટલાંક લોન્ચપેડ પર હુમલો કર્યો છે. સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનને પિન પોઈન્ટ સ્ટ્રાઈક નામ અપાયું છે. સેનાએ પીઓકેમાં ઘૂસીને આતંકીઓના અડ્ડાને ધ્વસ્ત કરતા સોશિયલ મીડિયા પર લોકો મેસેજ વાઈરલ કરી રહ્યા છે કે સેનાએ લાભ પાંચમના દિવસે મુહર્ત કર્યું. સિક્યોરિટી ફોર્સના સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની સેના શિયાળા પહેલાં ભારતમાં વધુમાં વધુ આતંકવાદીઓને ઘુસાડવા માગે છે. ભારતીય સેનાએ તેને લઈને જ આ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. અગાઉ ગત વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ ૨ ૬ ફેબ્રુઆરીનાં રોજ પીઓકેમાં એર સ્ટ્રાઈક કરી હતી. આ એર સ્ટ્રાઈકમાં વાયુસેનાને ૧૨ મિરાજ-૨૦૦૦ ફાઈટર જેટે બાલાકોટમાં બોમ્બ ફેંક્યા હતા. દાવો હતો કે જેમાં ૩૦૦થી વધુ આતંકીઓ ઠાર થયા હતા. વાયુસેનાએ આ મિશનને ’ઓપરેશન બંદર’ નામ આપ્યું હતું. ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬નાં રોજ જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં આતંકીઓએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો. આ હુમલામાં ૧૮ જવાન શહીદ થયા હતા. જેના જવાબમાં ૨૯ સપ્ટેમ્બરની રાત્રે સેનાએ પીઓકેમાં ૩ કિલોમીટર અંદર જઈને આતંકી ઠેકાણાં પર હુમલો કર્યો હતો. એવું પહેલી વખત થયું હતું, જ્યારે ભારતે આતંકીઓ વિરૂદ્ધ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ઘૂસીને કાર્યવાહી કરી હતી. આ સ્ટ્રાઈકમાં ૪૦થી ૫૦ આતંકીઓ માર્યા ગયા હતા. દરમિયાનમાં પાકિસ્તાનની એક એન્ટી ટેરરિઝ્‌મ કોર્ટે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઇદને ગેરકાયદે ફંડિંગના મામલે ૧૦ વર્ષ જેલની સજા સંભળાવી છે. પાકિસ્તાની મીડિયાએ ગુરૂવારે આ જાણકારી આપી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here