પીએમ મોદીના જન્મદિવસ દિવસે ૭૧૧ કોરોના વોરિયર્સ ડિજિટલ કટીંગ કાપી વર્લ્ડ રેકોર્ડ સર્જશે

0
20
Share
Share

ગાંધીનગર,તા.૧૫

સુરત ખાતે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, છેલ્લા કેટલાક વર્ષોથી બ્રેડલાઈનર પરિવાર દ્વારા પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે સામાજિક જાગૃતિનાં ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિવસ નિમિત્તે કેક ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસ નજીક આવી રહ્યો છે અને બીજી તરફ પીએમ મોદી ભારતને વિશ્વ ગુરુ બનાવવા તરફ લઈ જવાના છે. ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે રાષ્ટ્ર નિર્માણમાં સમાજના દરેક નાગરિકે જોડાવું પડશે.

દેશને કોરોનાથી બચાવવા માટે પોતાની જાનની પરવાહ કર્યા વગર લોકોની સેવા કરનાર કોરોના વોરિયર્સને સન્માનિત કરવાનો નક્કી કરવામાં આવ્યું છે. આરોગ્ય સેવા, ટ્રાફિક અને ભોજન સેવા આપનાર ૭૧૧ કોરોના વોરિયરને કેક આપીને સન્માનિત કરવામાં આવશે. બ્રેડલાઈનર પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સામાજિક જાગૃતિનો કાર્યક્રમ કરીને ઉજવણી કરે છે. આજે દક્ષિણ ગુજરાત કોરોના મહામારીમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. કોરોના વોરિયર્સની મહેનત સંઘર્ષ અને હિંમતને કારણે અનેક લોકો કોરોના માટે સ્વસ્થ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘જાન હે તો જહાં હે’ કોરોનાને ફેલાતો રોકવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવો ખૂબ જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અમે આ વર્ષે ડિજિટલ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. ડિજિટલ ઉજવણી દ્વારા વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવશે, ૭૧૧ કોરોના વોરિયર્સ ડિજિટલ કટીંગ કરશે અને વર્લ્ડ રેકોર્ડ સર્જાશે.

અને આ વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે. બ્રેડલાઈનર પરિવારે પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે અને નરેન્દ્ર મોદીના ઉદ્દેશ્ય અને લોકો સુધી પહોંચાડવા માટે કેક ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમ બાદ કોરોના વોરિયર્સને સુરત, વાપી, વલસાડ, બારડોલી, વ્યારા, વડોદરા, ભરૂચ, અંકલેશ્વરમાં આવેલા બ્રેડલાઈનરના આઉટલેટમાંથી ૫૦૦ ગ્રામની કેક આપવામાં આવશે. આ કેક કોરોના વોરિયર્સ ઘરે લઈને તેના પરિવાર સાથે એક કટિંગ કરીને ઉજવણી કરશે. આગામી તારીખ ૧૭ સપ્ટેમ્બરના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૭૦ વર્ષ પૂર્ણ કરીને ૭૧ માં વર્ષમાં પ્રવેશ કરશે તેથી ૭૧૧ કોરોના વોરિયર્સ ૭૧૧ કેજી કેક આપીને સન્માન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here