પીએમ કેર ફંડમાંથી ૨૦૦૦ કરોડના મેડ ઇન ઇન્ડિયા વેન્ટિલેટર ખરીદાશે

0
16
Share
Share

પીએમ કેર ફંડમાંથી ગુજરાતને ૧૭૫ વેન્ટિલેટરની ફાળવણી કરાશે,જૂનના અંત સુધીમાં મળી જશે વેન્ટિલેટર

ન્યુ દિલ્હી,તા.૨૩

કોરોના વાઇરસની મહામારીને જોતા બનાવવામા આવેલા પીએમ કેર ફંડમાથી સરકારે ૨૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મંગળવારના રોજ સરકારે જાહેર કરેલા નિવેદનમા જણાવ્યુ કે, આ ૨૦૦૦ કરોડ રૂપિયાથી મેડ ઇન ઇન્ડિયાના વેન્ટિલેટર ખરીદવામા આવશે. જેનો ઉપયોગ કોરોના વાઇરસના દર્દીઓ માટે ઉપયોગમા લેવામા આવશે. પીએમ કેર તરફથી અને તેના સિવાય ૧૦૦૦ કરોડ રૂપિયા પ્રવાસી શ્રમિકો માટે પણ ફાળવવામા આવ્યા.

રોના વાઇરસની સામે જાહેર કરેલી લડાઇમા આ ૫૦,૦૦૦ વેન્ટિલેટરને કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્ય સરકારની સરકારી હોસ્પિટલને આપવામા આવશે. જ્યાં કોરોના વાઇરસના દર્દીઓની સારવાર ચાલુ છે.

પીએમઓ દ્વારા જાહેર કરવામા આવેલા નિવેદન મુજબ, તેમાથી ૩૦,૦૦૦ વેન્ટિલેટરનુ નિર્માણ ભારત ઇલેકટ્રોનિક્સએ જાહેર કરવામા આવશે. જો કે ૨૦,૦૦૦ વેન્ટિલેટરને એગ્વા હેલ્થકેર્સ એએમટીઝેડ બેસિક સહિત બીજી દેશી કંપનીઓ બનાવશે.

આ ૫૦,૦૦૦માથી અત્યાર સુધીમા ૨૯૨૩ વેન્ટીલેટર બનાવી લીધા છે, જેમા ૧૩૪૦ વેન્ટીલેટરતો રાજ્યોને ફાળવી દીધા છે. જેમકે, મહારાષ્ટ્રને ૨૭૫, દિલ્હીને ૨૭૫, ગુજરાતને ૧૭૫, બિહારને ૧૦૦, કર્ણાટકને ૯૦ અને રાજસ્થાનને ૭૫ વેન્ટીલેટર આપવામા આવ્યા છે, જુન મહિનાના આખરમા વધુ ૧૪,૦૦૦ વેન્ટીલેટર રાજ્યોને આપવામા આવશે.

ઉલ્લેખનીય છે કે, પીએમ કેર્સને લઇને સતત કોંગ્રેસ પાર્ટી સહિત અન્ય પક્ષોએ વિરોધ કર્યો હતો. વિપક્ષે તો પીએમ કેરના ફંડની સમગ્ર જાણકારી સાર્વજનિક કરવાની માંગણી કરી છે. જોકે તે ફંડ ગરીબોને આપવા માટેની માંગણી કરવામા આવી હતી.

વડાપ્રધાન કેર ફંડમાંથી પરપ્રાંતિય મજૂરોને પોતાના ઘેર પહોંચાવામાં મદદરૂપ થવા માટે રૂા. ૧૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રને આ માટે રૂા. ૧૮૧ કરોડ અને ઉત્તરપ્રદેશને ૧૦૩ કરોડ ફાળવવામાં આવ્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here