પીએમ કેર્સ ફંડની પારદર્શિતાને લઇ ૧૦૦ પૂર્વ આઈએએસ અધિકારીઓનો વડાપ્રધાનને પત્ર

0
19
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૭

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૧૦૦ પૂર્વ સિવિલ સેવા અધિકારીઓએ એક ખુલ્લો પત્ર લખ્યો છે. આ પૂર્વ સિવિલ સેવા અધિકારીઓના જૂથે પોતાના ઓપન લેટરમાં પીએમ કેર્સ ફંડની પારદર્શિતાને લઇને સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યુ કે, પબ્લિક એકાઉન્ટેબિલિટીના સ્તરને બનાવી રાખવા માટે પીએમ કેર્સ ફંડમાં પારદર્શિતા ઘણી જરૂરી છે. કોઇ પણ પ્રકારની ગડબડને રોકવા માટે ફંડમાં યોગદાન કરનારા અને તેનાથી ખર્ચ થતા આંકડાને તમામ માટે ઉપલબ્ધ કરાવવા જોઇએ. પૂર્વ સિવિલ સેવા અધિકારીઓના ગ્રુપે પોતાના પત્રમાં લખ્યુ, અમે તમામ કોરોના મહામારીથી પ્રભાવિત થયેલા લોકોને રાહત આપવા માટે બનાવવામાં આવેલા પીએમ કેર્સ ફંડ અને તેની સાથે જોડાયેલી ચર્ચા પર સતત નજર રાખી રહ્યા છીએ.

જે ઉદ્દેશ્ય માટે આ ફંડ બનાવવામાં આવ્યુ હતું અને જે રીતે તેને ચલાવવામાં આવ્યુ છે આ બન્ને વસ્તુ કેટલાક સવાલના જવાબ આપ્યા વગર છોડી દે છે. પત્રમાં આગળ લખ્યુ છે કે વડાપ્રધાન સબંધિત તમામ વસ્તુમાં પારદર્શિતા લાવી, વડાપ્રધાન પદની ગરીમા અને તેનું સન્માન બનાવી રાખવુ જરૂરી છે. વડાપ્રધાનના નામે લખવામાં આવેલા આ પત્ર પર પૂર્વ આઇએએસ અધિકારીઓ- અનીતા અગ્નિહોત્રી, એસપી એમ્બ્રોસ, શરદ બેહર, સજ્જાદ હસન, હર્ષ મંદર, પી.જોય ઓમન, અરૂણા રોય, પૂર્વ રાજનાયિક મધુ ભાદુરી, કેપી ફેબિયન, દેબ મુખરજી, સુજાતા સિંહ સિવાય પૂર્વ આઇપીએસ અધિકારીઓ- એ.એસ. દુલત, પી.જે.જે. નેમપુથિરી અને જૂલિયો રિબેરોએ પોતાના હસ્તાક્ષર કર્યા છે.

કોરોના મહામારીના ભારતમાં દસ્તક આપવામાં આવ્યા બાદ કેન્દ્રએ માર્ચ ૨૦૨૦માં પ્રધાનમંત્રી સિટિજન અસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન્સ (પીએમ-કેર્સ) ફંડની શરૂઆત કરી હતી. જેનો ઉદ્દેશ્ય કોઇ પણ રીતની ઇમરજન્સી સ્થિતિ સામે લડવામાં નાગરિકોની મદદ લેવા અને પીડિતો-પ્રભાવિતોને રાહત પહોચાડવાનો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here