પાલીતાણા : સગાપરા ગામે આર્થિક ભીંસથી યુવાનનો આપઘાત

0
12
Share
Share

ભાવનગર, તા.૨૪

પાલિતાણાના જામવાળી ગામે રહેતા યુવાને આર્થિક સ્થિતિ કથળતા સગાપરા ગામે આવેલ આશ્રમ નજીક ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. પોલીસ સુત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ પાલિતાણા તાલુકાના જામવાળી ગામે રહેતા સંજયભાઈ ધીરૂભાઈ પરમાર (ઉ.વ.૩૦) કોરોના મહામારી સંદર્ભે ૩ માસ જેટલા સમય ગાળા દરમ્યાનના લોકડાઉન દરમ્યાન કામ ધંધો ન થતા છેલ્લા કેટલાક સમયથી આર્થિક સ્થિતિ કથળતા આર્થિક સંકડામણથી પરેશાન થઈ સગાપરા ગામે જઈ આશ્રમ નજીક જાતેથી ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો હતો. આ અંગે પાલિતાણા રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here