પાલીતાણા : વાળુકડ ગામે પાણીની ટાંકીમાંથી ર૦૪ બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝબ્બે

0
17
Share
Share

ભાવનગર તા. ર૬

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પાલીતાણા ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનમાં નાઇટ રાઉન્ડમાં હતી. તે દરમ્યાન હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે રહેતા વિજય ઉર્ફે ઘમો ભુપતભાઇ રાઠોડ તથા પરેશ ઉર્ફે બુઘો મહેશભાઇ મકવાણા રહે. બંન્ને વાળુકડ ગામ વાળા ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો ગામમાં પાદરમાં આવેલ પાણીની ટાંકીમાં છુપાવેલ છે. અને તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં છે.

તે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન ભારતીય બનાવટનો દારૂ- ૨૦૪ કિ.રૂ.૮૧,૬૦૦/-ની તથા એકટીવા મોપેડ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૧૧,૬૦૦/-ની ઇગ્લીશ દારૂની બોટલો મળી આવતા બંન્ને ઇસમો ને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા તથા તિરૂણસિંહ સરવૈયા તથા પો.કો. કુલદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here