પાલિતાણાના બજારમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન લૂંટી ૨ બાઇક સવાર ફરાર

0
22
Share
Share

ભાવનગર,તા.૨૦
પાલિતાણા મેઇન બજારમાં જુમ્મા મસ્જીદની સામે મોટરસાઇકલમાં આવેલ ૨ ઇસમો મહિલાના ગળામાંથી સોનાનો ચેન ઝૂંટવી જઇ નાસી ગયા હતા. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જેના આધારે પોલીસ લૂંટારૂઓને ઝડપવાની કાર્યવાહી હાથધરી છે. પાલિતાણા ભુતીયા ગામે રહેતા ગીતાબેન ધવલભાઇ પરમાર તેમની ભાણેજ નીશાના લગ્ન હોઇ ખરીદી માટે મેઇન બજારમાં તેમના ભાણેજ તથા દિકરો અને દીકરી સાથે ગયેલ ત્યારે બપોરના પોણા ત્રણેક વાગ્યે તેણી પાલિતાણા મેઇન બજારમાં જુમ્મા મસ્જીદ સામે પહોંચતા એક મોટરસાઇકલમાં બે માણસો સવાર હોય તે ગીતાબેન પડખે આવેલ અને મોટરસાઇકલમાં પાછળ બેસેલ ઇસમે તેણીના ગળામાં પહેરેલ ચેન ઝૂંટવી લઇ નાસી ગયા હતા.
બનાવ અંગે તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે મોટરસાઇકલમાં સવાર બન્ને ઇસમોએ માસ્ક પહેર્યા હતા તેણીનો કિં.રૂ.૨૦,૦૦૦નો સોનાનો ચેઇન ઝૂંટવીને નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here