પાલનપુર: આઠ લાખનો ચરસનો જથ્થો મંગાવનારાની મુંબઇથી ધરપકડ

0
18
Share
Share

અમીરગઢ ચેકપોસ્ટ ઉપરથી પોલીસના વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો

પાલનપુર,તા.૨૩

અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ ઉપરથી ગત ૧૫ ઓક્ટોબરના રોજ પોલીસના વાહન ચેકીંગ દરમ્યાન રૂ. ૮ લાખની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાયો હતો. જે કેસમાં પાલનપુર તાલુકા પોલીસે ચરસનો જથ્થો મંગાવનાર મુંબઇના નામચીન ઈસમને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. અમીરગઢ ચેકપોષ્ટ પરથી પોલીસના વાહન ચેકિંગ દરમિયાન મહમદવારીસ  અહમદજહુર શેખ તથા નબીહસન મહમંદઅલી શેખ બંને રહે. નજીબાબાદ ઉતરપ્રદેશવાળાના કબ્જામાંથી ચરસ ૧૪૭૧ કિલો ગ્રામ મળી આવતા તેમના સામે અમીરગઢ પોસ્ટેમાં દ્ગડ્ઢઁજી એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.બોર્ડર ઉપરથી પકડાયેલ ચરસના જથ્થાના ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલે સદર ગુનાની તપાસ પાલનપુર તાલુકાના પી.એસ.આઈ એ.કે.દેસાઈને સોંપી હતી. ત્યારે તેઓએ ઝડપાયેલા આરોપીઓના તા.૨૭/૧૦/૨૦૨૦ સુધીના નામ.કોર્ટ માંથી રિમાન્ડ મેળવેલ હતા.આ કામે તરુણકુમાર દુગ્ગલ પોલીસ અધિક્ષક, પાલનપુર તથા સુશીલ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક, વિભાગ પાલનપુરની સૂચના મુજબ તથા બી.આર. પટેલ પોસઇ, પાલનપુર તાલુકાના માર્ગદર્શન મુજબ એ.કે.દેસાઈ પોસઇ પાલનપુર તાલુકા પોસ્ટેનાઓએ આ ગુનામાં ચરસનો જથ્થો આપનાર તથા ખરીદ કરનાર ઇસમોને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી તપાસમાં રવાના કરેલ હતી.આ કામે નાસતા ફરતા આરોપીઓ પકડવા તાલુકા પોલીસ દ્રારા એલસીબીના પોકો મહેશકુમારની ટેકનીકલ મદદ મેળવવામાં આવેલ જેમાં આરોપી વારંવાર જગ્યા બદલતા હોય તેની ટેકનીકલ સોર્સથી માહિતી મેળવી હતી.આ કામે  ચરસનો જથ્થો ખરીદનાર મુંબઈના ટૂંકા નામવાળા જાવેદ નામના ઇસમને ઝડપી લેવા તાલુકા પોલીસ સ્ટાફની ટીમ નં.૦૧  ઇન્ચા.ધનાજી, જીગ્નેશસિંહ, દીપકભાઈ, જસવંતસિંહ ને મુંબઈ રવાના કરી હતી. જે ટીમ દ્રારા મુંબઈના ધારાવીના સ્લમ વિસ્તારમાં ટેકનીકલ મદદ તથા પોતાની હ્યુમન સેન્સ આધારે સતત બે દિવસથી વોચ રાખી જાવેદખાન સઈદ અહમદ પઠાણ મૂળ રહે.નજીબા બાદ ઉતરપ્રદેશ હાલ રહે.ધારાવી સ્લમ વિસ્તાર મુંબઈને પકડી પાડી તેની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે.આમ તાલુકા પોસઇ બી.આર. પટેલ તથા એ.કે. દેસાઈના સતત સુપરવિઝન તથા સીધી દોરવણી હેઠળ મુંબઈ તપાસમાં ગયેલ ટીમેં આશરે બે કરોડની વસ્તી ધરાવતા મુંબઈ શહેરમાં તેમની કાર્યદક્ષતા વડે મુંબઈના ધારાવી જેવા સ્લમ વિસ્તારમાંથી ફક્ત આરોપીના ટૂંકા નામ આધારે તેની સતત બે દિવસ વોચ રાખી તેને શોધી કાઢી ઝડપી લેવામાં સફળતા મેળવેલ છે.આ કામે આરોપીના રિમાન્ડ મેળવી આ કામે બીજા સંડોવાયેલા ઇસમોની તપાસ કરી તેઓને ઝડપી લેવા પોલીસ દ્રારા કવાયત હાથ ધરેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here