પાલનપુરમાં બે સગાભાઇઓને બિહારના દંપતીએ દત્તક લીધા

0
37
Share
Share

પાલનપુર,તા.૨૦
પાલનપુરની સ્પેશ્યલાઈઝડ એડોપ્શન એજન્સીમાં આશરો લઇ રહેલા બે સગા ભાઇઓને બિહારના દંપતીને દત્તક આપવામાં આવતાં તેમને માતા- પિતાની હૂંફ મળી હતી. આ બંને બાળકો છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી સંસ્થામાં આશરો લઇ રહ્યા હતા. બંને ભાઇઓને એક વર્ષ અગાઉ સાબરકાંઠામાંથી લવાયા હતા. પાલનપુરમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંચાલિત સ્પેશ્યાલાઇઝડ એડોપ્શન એજન્સીમાં ત્યજાયેલા, સોંપાયેલા બાળકોને રાખી તેમને શિક્ષણ, ભોજન, મનોરંજન સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે.
આ સંસ્થાના બે બાળકોને શુક્રવારે બિહારના દંપતી ને દત્તક આપ્યા હતા. આ અંગે ચાઈલ્ડ વેલફેર કમિટીના ચેરમેન અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું કે, શહેરના દાતાઓની ઉપસ્થિતિમાં સ્પેશ્યલાઈઝડ એડોપ્શન એજન્સીનો બાળક અનિલ (૫) અને ચિલ્ડ્રન હોમ પાલનપુરનો બાળક બાબુ (૧૦)ને બિહારના દંપતિને દત્તક આપવામાં આવ્યા છે. આ અંગે બાળ સંરક્ષણ ગૃહના સુરેશભાઇએ જણાવ્યું હતુ કે, એક વર્ષ અગાઉ બંને ભાઇઓ સાબરકાંઠા જિલ્લામાંથી મળી આવ્યા હતા.
જેમને પાલનપુર ખાતે ખસેડાયા હતા. જેમના વાલી વારસોની શોધખોળ કરવા માં આવી હતી. પરંતુ કોઇ પત્તો મળ્યો ન હતો જ્યાં ઉપસ્થિત જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. એન. વી. મેણાત, ડ્યુક પાઈપ પ્રા.લી.ના ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ સહિતે બિહારના દંપતિને અભિનંદન પાઠવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here