બનાસકાંઠા,તા.૧૩
બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાની રસી આજે લાવવામાં આવશે. પાલનપુર જિલ્લા પંચાયતમાં રસીના સ્ટોર માટે પાંચ ફ્રીજ તૈયાર કરવામાં આવ્યા છે. રસી માટે ૩ ઝ્રૐઝ્ર અને ૮ ઁૐઝ્ર સેન્ટર પર રસી અભિયાન માટે અંતિમ તૈયારીઓ શરૂ કરાઈ છે. તાલુકાના ધાણધા, વેડનચા, રતનપુર, નાંદોત્રા, માલગઢ, ભડથ, અને વરનોડા કેન્દ્રો પર તૈયારીઓ કરાઈ છે. રસીના અભિયાન માટે ૫૫ આરોગ્ય કર્મીઓનો સ્ટાફ ૧૧ કેન્દ્રો પર તૈનાત રહેશે. પ્રથમ તબક્કામાં ૯૦૦ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવશે.