પાલનપુરના માનસાવરો પાસે એક્ટિવા સ્લીપ થતા સર્જાયો અકસ્માત, ૧નું મોત

0
31
Share
Share

બનાસકાંઠા,તા.૨૫

જિલ્લાના પાલનપુરમાં આજે એક્ટિવા સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા પર સવાર એક મહિલાનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેના પતિ અને પુત્રને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા. પાલનપુરમાં શુક્રવારના રોજ એક્ટિવા પર જઈ રહેલા એક પરિવારનુ અકસ્માત સર્જાયો હતો. માનસરોવર પાસેથી પસાર થતી વખતે એકટીવા અચાનક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં બાઇક પર સવાર પતિ પત્ની અને પુત્ર ત્રણેય રોડ પર પટકાયા હતા. જેમાં વાનીતાબેન નામની મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિ અને પુત્રને નાની મોટી ઇજા પહોંચતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે આજુ-બાજુના લોકો અને પાલનપુર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here