પાર્ટીઓમાં ફેન્સી પાંપણોનું આકર્ષણ

0
29
Share
Share

નાતાલની પાર્ટીઓની મોસમ પૂરબહારમાં જામી છે. અને સાંજની પાર્ટી એટલે નિતનવા મેકઅપની સીઝન. પાર્ટી એનિમલ્સ આમેય હંમેશાં કાંઇક નવું નવું કરવાની શોધમાં હોય છે. જ્યારે ફેશનિસ્ટો પણ તેમના માટે કાંઇક નવું શોધી કાઢે છે. આ વર્ષની વાત કરીએ તો સ્ટાઇલિસ્ટોએ માનુનીઓ માટે વિવિધ જાતના આઇલેશિસ શોધી કાઢ્યા છે.ખાસ કરીને થીમ પાર્ટીઓમાં આવા આઇલેશિસ ખૂબ જચે છે. બ્યુટિશિયનો કહે છે કે આજની તારીખમાં બોલ્ડ નીઓન ગ્રીન, પિંક અને બ્લુના વિવિધ શેડ્‌સમાં તેમ જ પોલકા ડોટ અને પ્રિન્ટમાં આઇલેશિસ મળે છે. એકદમ હળવા વજનના આ આઇલેશિસ પહેરનાર માનુની બધાનું ધ્યાન પોતાની તરફ આસાનીથી ખેંચી શકે છે. તેમાં પીંછા જેવા અલગ અલગ પ્રકારના આકાર પણ મળે છે. જોકે તેઓ કહે છે કે જો તમે તેમાં અસુખ અનુભવો તો તે પહેરવાની કોશિશ ન કરો. તમારા ચહેરા પર આ નજીવા વજનના આઇલેશિશ પહેરવાનો ભાર ન વર્તાવો જોઇએ. વળી તે બરાબર ચોંટાડવા જોઇએ. ક્યાંક એવું ન બને કે તમે પાર્ટીંમાં ડાન્સ કરતા હો અને તમારું એક આઇલેશ નીકળી જાય. તેઓ વધુંમાં જણાવે છે કે જો તમે ડિઝાઇનર આઇલેશ  પહેરો તો અન્ય મેકઅપ એકદમ હળવો રાખો. માત્ર હળવું બ્લશ અને લિપસ્ટિક જેટલો મેકઅપ પૂરતો થઇ રહેશે. જોકે મસ્કરા લગાવવાની બાબતમાં સભાન રહો. આવા લેશિસ માટે મસ્કરા સારા સહાયક બની રહે છે.સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે આંખોનુ આકર્ષણ ઊભું કરવા માટે આઇલેશ એક્સટેન્શન અચ્છો વિકલ્પ પુરવાર થાય છે. વળી જરુરી નથી કે તમે તે ખરીદવા હંમેશાં વધુ ખર્ચ કરો. તમે ફેન્સી પીંછાં કાપીને તેમાંથી સરસ મઝાના આઇલેશ બનાવીને તેને આઇલેશ ગ્લુથી ચીટકાડી શકો છો.અલબત્ત, તમને જરાપણ એમ લાગે કે તે ચીટકાડવામાં  તમને મુશ્કેલી થઇ રહી છે તો પ્રોફેશનલ બ્યુટિશિયનની મદદ લો. પણ પોતની મેળે તે લગાવવાનો પ્રયાસ ન કરો. આપણી આંખો અત્યંત નાજુક હોય છે. ફેશન કરવાના ચક્કરમાં તેને નુક્સાન ન પહોંચે તેની કાળજી રાખવી જ રહી.તેઓ વધુમાં જણાવે છે કે અગ્રણી મોલ્સમાં મળતાં વિવિધ પ્રકારના આઇલેશિસની કિંમત ૫૦૦ રુપિયાથી લઇને ૧૦૦૦ રુપિયા સુધી હોય છે. પણ તે પાંચથી ૧૦ વખત ઉપયોગમાં લઇ શકાય છે.બ્યુટિશિયનો કેવા આઇલેશ કેવી રીતે લગાવવા તેની જાણકારી આપતાં કહે છે કે જો તમારા આઇલેશ મધ્યમ લંબાઇના હોય તો તે પાંપણના વાળની વચ્ચેના ભાગમાં લગાવો. પરંતુ જો તેની લંબાઇ વધુ હોય તો તે પાંપણના કિનારા તરફના વાળ પર લગાવો. આમ કરવાથી તમારા નેણ વિશાળ લાગશે.

વરસાદ વિરામ લે ત્યારે તક ઝડપી લો પલાઝો પેન્ટ પહેરવાની

વરસાદના દિવસોમાં સામાન્ય રીતે આપણે કેપ્રી, ટાઈટ્‌સ, ચુડીદાર કે અન્ય જમીન પર ન ઢસડાય એવી ટાઈટ પેન્ટ કે બોટમ પહેરવાનું પસંદ કરીએ છીએ. પણ જે દિવસે વરસાદ ન વરસતો હોય તે દિવસે કાંઈક જુદું પહેરવું હોય તો પલાઝો પેન્ટ બેસ્ટ ઓપ્શન છે. આ ડ્રેસ ફોર્મલ અને કેઝ્યુઅલ બંનેમાં ચાલે છે. આજની તારીખમાં બોલીવૂડ અદાકારોમાં તે ખાસ્સું પ્રિય થઈ પડયું છે. જોકે પલાઝો પેન્ટ પહેરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જરૃરી છે. જેમ કે પલાઝો પેન્ટ સાથે ટાઈટ ટોપ પહેરો. આ પેન્ટ સ્વયં લુઝ હોવાથી તેની સાથે ટાઈટ ટોપ જ વધુ શોભશે.સામાન્ય રીતે પલાઝો પેન્ટ પ્રિન્ટેડ હોય તોય મોનોક્રોમ (એક રંગી કે પછી એક જ રંગની જુદી જુદી છટાઓ વાળું) હોવાથી તેના ઉપર પ્રિન્ટેડ ટોપ વધુ સારું લાગશે. અલબત્ત, તમારું ટોપ પલાઝોની ડિઝાઈન કરતાં અલગ ડિઝાઈનનું હોવું જોઈએ. જોકે તેના માટે ફલોરલ ડિઝાઈન અચ્છો વિકલ્પ છે.

પલાઝો પેન્ટ સાથે પોઈન્ટેડ હિલના પગરખાં ભૂલેચૂકેય ન પહેરો. તેમાં આ લુઝ પેન્ટ ભરાઈ જવાનો ભય રહે છે. આવી સ્થિતિમાં તમે પડી  જઈ શકો. બહેતર છે કે આ પરિધાન સાથે ફલેટસ અથવા વેજીસ પહેરો.આ પરિધાન એકદમ આકર્ષક હોવાથી તેની સાથે ઝાઝી એકસેસરીનો પ્રયોગ ન કરો. નહીં તો જોનારાનું ધ્યાન તમારી પેન્ટને બદલે એકસેસરી પર જ જશે.આ લુઝ પેન્ટ સાથે ટોપ ટાઈટ પહેરવામાં આવતું હોવાથી હેરસ્ટાઈલ લુઝ રાખો. વાળને આગળથી ઉપર તરફ લઈ ફંકી હેર ક્લિપ ભરાવી દો. બાકીના કેશ ખુલ્લા રાખો.આ ડ્રેસ સાથે કલચ, બાઉલિંગ બેગ કે લાર્જ ટોટે પણ સરસ દેખાશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here