પારુલ યુુનિ.એ ૨૦૦ અંધજનોને દિવાળીની કીટનું વિતરણ કર્યું

0
26
Share
Share

વડોદરા,તા.૧૪

પારૂલ યુનિ. અને ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાજ્યના ૨૦૦ અંધ વ્યક્તિઓને દિવાળી નિમિત્તે કિટનું વિતરણ કરાયું હતું. જેમાં રાજ્ય સરકારના સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવર્મેન્ટ વિભાગના એડિશનલ સેક્રેટરી તેમજ ઈંઅજ મોનજ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પારૂલ યુનિ.નું પગલુ સરાહનીય છે. આ પ્રકારે શૈક્ષણિક સંસ્થા દ્વારા મદદ માટે હાથ આગળ આવે તે જરૂરી છે. મનોજ અગ્રવાલ દ્વારા અંધજનોના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કરાયો હતો તેમજ પ્રશ્નોના નિકાલની પણ બાહેંધરી આપવામાં આવી હતી. અંધજનોને કીટમાં તેલ, મઠીયા, ચોળાફળી તેમજ દિવાળીના નાસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્યના વિવિધ શહેરોના અંધજન મંડળે સૂચવેલા ૨૦૦ જેટલા અંધજનોને પારુલ યુનિ.ઓડિટોરીયમ ખાતે એકઠા કરવામાં આવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here