પારડી ગામે બંધ મકાનમાંથી પોણા લાખની ઘરફોડ ચોરી

0
15
Share
Share

રાજકોટ તા. ર૧

પારડી ગામે જયોતી પાર્ક-૧માં રહેતા હિતેશભાઇ મગનભાઇ કીડીયા (કોળી) (ઉ.વ.૪૦) નામના યુવાનના મકાનમાંથી સોનાના બે ઓમકાર, એક-દોઢ તોલાનો ચેઇન પટ્ટી આકારનો પંદર ગ્રામ, સોનાની બે વીંટી, સાત ગ્રામની ચાંદીની ઝાંઝરી, ચાંદીની સાંકળી તીજોરીમાં રાખેલા રૂા.૧૭ હજાર રોકડા અને પુત્રના ગલ્લામાં રાખેલા રૂા.૧૦ હજાર મળી કુલ રૂા.૭૬,૭૦૦ની મતા ચોરી ગયા હતાં. આ અંગે શાપર-વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાતા પીએસઆઇ વી.બી.બરબસીયાએ વધુ તપાસ આદરી છે. પારડી ગામનાં હિતેશભાઇ કીડીયા કે જેઓ લાઇટ ડેકોરેશનનું કામ કરે છે. પોલીસે નજીકનાં સીસીટીવી ફૂટેજ જોયા હતાં. પરંતુ કોઇ સગળ મળ્યા ન હતાં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here