પાદરામાં કોરોનાના વધુ ૬ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

0
10
Share
Share

કુલ કોરોના વાયરસથી સંક્રમીતોનો આંક ૧૦૪ થયો

પાદરા,તા.૩૦

કોરોનાનાં પોઝિટિવ કેસોમાં સોમવારે સદી પૂરી થઈ છે. આ સાથે પોઝિટિવ કેસનો આંક ૧૦૪ પર પહોંચ્યો છે. જેમાં ૫૪ કેસ સાજા થયા છે, ૫ના મોત થયા છે તથા બીજા ૩ની સતાવાર જાહેરાત બાકી છે. સોમવારે જાહેર થયેલ કેસમાં, ૧ કેશ પધરાઈ, ૧ પુરૂબાઈનું પરું, ૧ રાધે કૃષ્ણ પાર્ક, ૨ ગુરુકૃપા, લુણા ગામે ૧, કેસ જાહેર થયા છે.

પાદરામાં સોમવારે કોરોના પોઝિટિવ કેસ સદીને પાર પહોંચી ગયો છે. જેમાં ૬ કેસ નવા જાહેર થયા છે. ત્યારે કુલ અંક ૧૦૪ પહોંચ્યો છે. પરંતુ અડધા કેસ સાજા થઈને પાછા ઘરે આવી ગયા છે. જે ૫૪ કેસ છે જ્યારે કુલ મૃત્યુ આંક ૮ થાય છે. જેમાં ૩નો સત્તાવાર જાહેરાત થઈ નથી. આમ પાદરામાં દિન પ્રતિદિન પોઝીટીવ કેસો વધતા સમગ્ર નગર સહિત તાલુકામાં ફફડાટ વ્યાપી ગયો છે. સરકાર પણ ચિંતિત છે, કોઈ પણ રીતે કેસો ઘટવા જોઈએ. જ્યારે પોઝિટિવ કેસો ઘટતા નથી ત્યારે તંત્ર દ્વારા આંકડા છૂપાવીને આંક ઘટાડવામાં આવી રહ્યા છે.

પાદરામાં કલેકટર અને ડીએસપી બાદ  સોમવારે ડો વિનોદ રાવ પાદરામાં દોડી આવ્યા હતા અને અધિકારીઓ સાથે મીટિંગ યોજી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. સમસ્યાઓ સાંભળી હતી ત્યાર બાદ આરોગ્ય વિભાગ દ્વારા સરૂ કરવામાં આવેલ ધન્વંતરિ રથની મુલાકાત લઇને અવલોકન કર્યું હતું.  તથા માહિતગાર થયા હતા અને કેટલાક મહત્વના સૂચનો આપ્યા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here