પાણી પહોચાડતા બોર્ડના કર્મચારીઓ કોરોના વોરિયર્સ ગણવા માંગણી

0
21
Share
Share

જામનગર તા.૧૮

ગુજરાત રાજ્યમા આરોગ્ય કર્મચારીઓ સહિત જુદા જુદા વિભાગના કર્મચારીઓ ને કોરોના વોરિયર્સ ગણાય છે પરંતુ પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓ જે અછત હોય વરસાદ હોય કે અતિવૃષ્ટી હોય કે ભંગાણ પડ્યુ હોય રાત દિવસ એક કરી ગામેગામ પાણી નિયમિત પહોચાડે છે અને રજા રાખ્યા વગર રોજ ફરજ બજાવે છે તે વિભાગના અમુક કોરોના પોઝીટીવ આવ્યા એકનુ દુખદ મોત થયુ છતા સરકાર આ વિભાગના આ ભયંકર રોગ ગ્રસ્તોને કંઇ રાહત કે સહાય આપતી નથી અને કોરોના વોરિયર ગણતી નથી

પાણી પુરવઠા બોર્ડમાંથી જાણવા મળ્યા મુજબ ગતતા.૨૨/૦૩ થી લોકડાઉન ચાલુ થયું હતું ગુજરાત રાજ્ય નો મેડિકલ પેરામેડીકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ, ઙૠટઈક, જિલ્લા પંચાયત આરોગ્ય સ્ટાફ, મહાનગર અને નગર પાલિકા સ્ટાફ ને સરકારે કોરોના વોરિયર્સ તરીકે સંબોધન આપી સન્માન કરે છે અને તે પૈકી કોઈનું કોરોના દ્વારા મૃત્યુ થાય તો સરકારી સહાય પણ આપવામાં આવે છે

પરંતુ સરકારી કચેરી બંધ હતી પરંતુ તા.૨૨/૩ થી આજદિન સુધી શનિ રવિ અને જાહેર રજા માં પણ જામનગર પાણી પૂરવઠા વિભાગ ના કર્મચારીઓ અધિકારીઓ પોતાની ફરજો પૂર્ણ નિષ્ઠાપૂર્વક બજાવેલ છે

જામનગર મહાનગરપાલિકા હોય કે ધ્રોલ-સિક્કા-જામજોધપુર નગરપાલિકા હોય અથવા જોડિયા-લાલપુર અને અન્ય ૪૦૦ ગ્રામ પંચાયત ને નિયમોનુસાર નિરંતર પીવાનું પાણી પહોચાડ્યું છે એપ્રિલ-મેં-જૂન માસ માં ઉનાળા ની પરિસ્થિતિમાં પણ એક પણ ફરિયાદ વગર વિપરીત પરિસ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓ એ કામ કર્યું છે લોકડાઉન ની પરિસ્થિતિમાં લોકો ઘરે હોય વધુ પાણી ની જરુરિયાતો હોય અને મજૂર માણસોની અછત કે માલસામાન અને વાહન વ્યવહાર ઠપ્પ હોવા છતાં લોકો ને પાણી પહોંચાડેલું છેતે કામગીરીના  વાઉચર નું નિયમોનુસાર સમય મર્યાદામાં પેમેન્ટ એજન્સી નું ઓનલાઈન ફંડ ડિમાન્ડ આ બધા કાર્યો માટે ટેક્નિકલ અને હિસાબી શાખા તેમજ રોજમદાર કર્મચારીઓ એ ૮કલાક થી વધુ ફરજો બજાવેલ છે.જુલાઈ માં જામનગર જિલ્લામાં વધુ પ્રમાણમાં વરસાદ આવવાથી ઘણી પાઈપલાઈન ડેમેજ થયેલ હોવાથી ૨૪કલાક રોજમદાર પાસે કામગીરી પૂર્ણ કરાવવી પાણી પુરવઠો ચાલુ કર્યો હતોગુજરાત રાજ્ય માં પાણી પુરવઠા બોર્ડ ના ૪ મુખ્ય ઈજનેર સહિત અધિક્ષક ઈજનેર, કાર્યપાલક ઈજનેર અને અન્ય કર્મચારીઓ કોરોના થી સંક્રમિત થયેલ છે અને જામનગર ના કર્મચારી એસ.એ.શેખ ભાઈ નું કોરોના ના કારણે દુઃખદ નિધન થયેલ છે ગુજરાત સરકારે પાણી પુરવઠા બોર્ડ ના કર્મચારીઓ ને કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરી દુઃખદ અવસાન સમયે કર્મચારીઓ ને નાણાકીય સહાય આપે તે ખરેખર જરુરી અને માનવીય અભિગમ ગણાશે તેવી આ સંવેદનશીલ સરકાર પાસે અપેક્ષા રખાઇ છે તેમ રાજ્ય યુનિયન આગેવાન દિલીપસિંહજી જેઠવાએ જણાવ્યુ છે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here