પાણીમાં કેટલીક વખત જીવાણુની સાથે ઝેરી તત્વો પણ મિક્સ થઇ જાય છે. આના કારણે બિમારી થઇ શકે છે. દર વર્ષે ૨૨મી માર્ચના દિવસે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દુષિત પાણીના કારણે કેટલીક બિમારી ફેલાઇ જાય છે. શરીર માટે પાણી કેમ જરૂરી છે તેને લઇને હમેંશા પ્રયોગ થતા રહ્યા છે. પુરતા પ્રમાણમાં શરરીમાં પાણી હોવાના કારણે શરીરમાં ચુસ્તી અને ઉર્જા બનેલી રહે છે. થાકનો અનુભવ થતો નથી. દુષિત તત્વો યુરિન અને પરસેવા તરીકે શરીરની બહાર નિકળે છે. આના કારણે શરીરમાં ફાઇબર સારી રીતે અવશોષિત થઇ જાય છે. આના કારણે રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે અથવા તો ઇમ્યુનિટી પાવર વધી જાય છે. તે જોડમાં લુબ્રિકેશનને વધારે છે. વજન આના કારણે નિયંત્રિત રહે છે. પાણીની કમી થવાની સ્થિતીમાં એલર્જી થવાનો ખતરો વધે છે. ફેફસામાં ઇન્ફેક્શન, અસ્થમા અને આંતરડાની બિમારીને દુર કરે છે. શરદી, ગરમી અને કિડનીની બિમારીથી પણ બચાવે છે. આના કારણે લોહીમાં પાણીનુ પ્રમાણ ઘટી જાય છે. બ્લડ પ્રેશર વધી જાય છે. આ ઉપરાંત પાણીમાં અનેક પ્રકારના મિનરલ હોય છે. જે કેટલાક રોગથી બચાવે છે. દુષિત પાણીમાં વાયરસ હોવાન કારણે કમળા સહિતના કેટલાક રોગ થઇ શકે છે. પાણીમાં કેટલીક ચીજો મિક્સ હોય છે. પાણીમાં આર્સેનિક ફ્લોરાઇડ, કેડમિયમ, લેડ, મરકરી, નિકોલ, સિલ્વર, લોખંડ અને મેગનીજ, કેલ્શિયમ , બોરિયમ, ક્રોમિયમ અને કોપર હોય છે. જેવા હેવી મેટલની સાથે સાથે નાઇટ્રેટ, સ્લફેટ, બોરેટ અને કાર્બોનેટ જેવા લવણ પણ મિક્સ કરેલા હોય છે. આના કારણે આંતરડામાં બળતરા, લોહીની કમી, કેન્સર, સ્ટ્રોક, હાર્ટ સાથે સંબંધિત રોગ, ગરદન તેમજ અન્ય કેટલીક બિમારી થાય છે. પાણીને શુદ્ધ કરવા માટે સૌથી પહેલા પાંચ મિનિટ સુધી તેને તેજ આગ પર ગરમ કરવામાં આવે છે. જેના કારણે તેમાં હાનિકારક તત્વો નષ્ટ થઇ જાય છે. ક્લોરીનની ૧૬ બુન્દથી ચાર લીટર પાણી શુદ્ધ થઇ શકે છે. ૨૦ લીટર પાણીમાં ક્લોરીનની એક બુન્દ નાંખીને તેને એક કલાક બાદ ઉપયોગમાં લઇ શકાય છે. પહેલા પીવાની બાબત યોગ્ય નથી.જનરલ ડાયાબિટીશ કેરમાં ફ્રાંસના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો એક દિવસમાં બે ગ્લાસ અથવા તો તેનાથી પણ ઓછું પાણી પીવે છે તે લોકોમાં હાઈ બ્લડ સુગરનું સ્તર જોવા મળે છે. તેના કારણે આ પ્રકારના લોકો ડાયાબિટીશથી ગ્રસ્ત થઈ શકે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બે ગ્લાસથી ઓછું પાણી પીનાર લોકોમાં ડાયાબિટીશનો ખતરો વધી જાય છે. ૩૬૧૫ પુખ્તવયના લોકોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વોટર થેરાપી ખૂબ જ ઉપયોગી છે. ૩૦થી ૬૫ વર્ષની વયના લોકોને આવરી લઈને આ અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. અભ્યાસની શરૂઆતમાં આ તમામ લોકોમાં સામાન્ય બ્લડ સુગરની સપાટી હતી. નવ વર્ષના અભ્યાસના ગાળા બાદ અભ્યાસના ભાગરૂપે રહેલાં ૫૬૫ લોકોને હાઈ બ્લડ સુગરની તકલીફ જોવા મળી હતી અને ૨૦૨ લોકોમાં ટાઈપ-૨ ડાયાબિટીશની અસર દેખાઈ હતી. દરરોજ બે ગ્લાસથી ઓછું પાણી પીનાર લોકોમાં હાઈ બ્લડ સુગર થવાની શક્યતા ૨૮ ટકા ઓછી છે. જે લોકોએ આનાથી પણ ઓછું પાણી પીવે છે તે લોકોમાં ખતરો વધારે છે. આ જોખમ હાર્મોન સાથે સીધી રીતે સંબંધિત છે. આનો મતલબ એ થયો કે મોટાપ્રમાણમાં પાણી ખૂબ જ ઉપયોગી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે શરીરમાં ૬૦ ટકા હિસ્સા પાણીમાં છે. તે કુલ વજનના ૯૦ ટકાની આસપાસ હોય છે. નિષ્ણાંતો કહે છે કે દરેક પુરૂષને ૩.૭ લીટર પાણી અને દરેક મહિલાને ૨.૭ લીટર પાણીની દરરોજ જરૂર હોય છે. આનાથી ઓછા પ્રમાણમાં પાણી પિનારને કેટલાક ખતરા રહેલા હોય છે.