પાડોશીએ શોર્ટ,ટીશર્ટ પહેરીને કચરો વાળતી યુવતીનો વીડિયો ઉતારતા હોબાળો

0
31
Share
Share

અમદાવાદ,તા.૨૩
શહેરના વેજલપુર વિસ્તારમાં ફરિયાદી યુવતીના પાડોશમાં રહેતા એક શખ્સની વિકૃત હરકત સામે આવી છે. આ મામલે આ વિકૃત પુરુષ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. વાત એમ છે કે એક યુવતી તેના ઘરે કચરો વાળતી હતી, આ દરમિયાન તેણે શોર્ટ અને ટી-શર્ટ પહેરી હતી. યુવતી નીચે નમીને કામ કરી રહી હતી ત્યારે તેને શરીરના અમુક ભાગ દેખાતા હતા. આ જોઈને પાડોશીના દિમાગમાં વિકૃતી જન્મી હતી.
યુવતીના પાડોશમાં રહેતા શખ્સે ગેલેરીમાં ઉભા રહીને યુવતીના આંતરિક ભાગો દેખાતો હોવાનો વીડિયો ઉતારતા બબાલ થઈ હતી. આ મામલે યુવતીએ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે જીવરાજપાર્કમાં રહેતી ૨૩ વર્ષીય યુવતી કૉલેજમાં અભ્યાસ કરે છે. ગઈકાલે "જનતા કર્ફ્યૂ" દરમિયાન તે પોતાના ઘરે હતી. ત્યારે શોર્ટ અને ટી-શર્ટ પહેરીને તે કચરા-પોતા કરતી હતી. આ સમયે આરોપી ઊપરના માળે ઉભો હતો.
યુવતીને લાગ્યું હતું કે આરોપી કંઈક શંકાસ્પદ વર્તણૂક કરી રહ્યો છે. આથી યુવતીએ આ મામલે તેના પિતાને વાત કરી હતી. જે બાદમાં પિતાએ સમજાવટથી મામલો પતાવવાની વાત કરી હતી. જોકે, સાંજે પણ પાડોશી મોબાઈલ સાથે ગેલેરીમાં ઉભા રહીને કંઈક કરી રહ્યો હતો.
આ વાત બાદ યુવતી તેના પાડોશીના ઘરે ગઈ હતી, જ્યાં બબાલ થઈ હતી. જેથી પોલીસને જાણ કરતા વેજલપુર પોલીસે આરોપીની અટકાયત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here