પાટણ પોલીસે ત્રણ દિવસમાં કલમ ૧૮૮ હેઠળ ૨૫૨ સામે ગુના નોંધ્યા

0
19
Share
Share

પાટણ,તા.૨

જિલ્લામાં કોવિડ-૧૯ના કેસોનો આંક વધી રહ્યો છે, ત્યારે આ વાઇરસના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા ફરજીયાત ફેસ માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા સહિતની બાબતો અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરી પોલીસ વિભાગ દ્વારા દંડ વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લામાંથી તા.૨૮ નવેમ્બરના રોજ માસ્ક ન પહેરનારા ૨૩૫, તા.૨૯ નવેમ્બરના રોજ ૨૨૬ અને તા.૩૦ નવેમ્બરના રોજ ૩૦૮ લોકો પાસેથી પોલીસ દ્વારા કુલ રૂ.૭.૬૯ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

દંડ ન ભરનારા ૨૫૨ વ્યક્તિઓ સામે પોલીસે નોંધ્યો ગુનોઆ સાથે સામાજિક અંતર જાળવવાના જાહેરનામાનો ભંગ કરનારા તથા માસ્ક ન પહેરવા બદલના દંડની રકમ ભરવાનો ઈન્કાર કરનારા લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત તા.૨૮ નવેમ્બરના રોજ ૭૨, તા.૨૯ નવેમ્બરના રોજ ૬૫ અને તા. ૩૦ નવેમ્બરના રોજ ૧૧૫ મળી ત્રણ જ દિવસમાં કલમ-૧૮૮ હેઠળ પોલીસ દ્વારા કુલ ૨૫૨ ગુના નોંધવામાં આવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here