પાટણના અઘારગામમાંથી જુગાર રમતા ૭ શકુનીયો ઝડપયા, ૫ ફરાર

0
19
Share
Share

પાટણ,તા.૧૨
ભુજ આર.આર.સેલએ અઘારગામેથી સાત શકુનીઓને જુગાર રમતા રોકડ રૂ.૧,૨૯ લાખ સાથે સોમવારે બપોરે રેડ કરીને ઝડપી પાડ્યા હતા આ રેડ દરમિયાન પાંચ શકુનીઓ ફરાર થઇ ગયા હતા આ અંગે પાટણ તાલુકા પોલીસ મથકે ૧૨ જુગારીઓ સામે જુગાર ધારા મુજબ ગુનો નોંધાયો હતો. ૫.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત પાટણ જિલ્લામાં જુગારની બંદીફુલી ફાલી છે તેને રોકવાર સારૂ લોકોલ પોલીસ અવાર નવાર રેડ કરતી હોય છે ત્યારે ભુજના આર.આર.સેલ સોમવારે બપોરે બાતમી આધારે પાટણના અઘારગામે ખેતરમાં શેર નીચે રમાતા જુગાર ધામ પર રેડ કરી હતી. રેડ દરમિયાન જુગાર રમતા ૧૨ જુગારીઓમાં નાશ ભાગ મચી હતી. તેમાં સાત જુગારીઓને રોકડ રૂ. ૧.૨૯ લાખ તેમજ ૭ મોબાઇલ કિ.રૂ.૨૯૫૦૦ , વાહનોનંગ ૨ જેની કિ.રૂ.૪.૨૦ લાખ મળી કુલ રૂ.૫.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ રેડ દરમિયાન પાંચ શકુનીઓ ખેતરની ઝાડીઓનો લાભ લઇને નાશી છૂટ્યા હતા.આ અંગે આર.આર.સેલ ભુજે પાટણ તાલુકા પોલીસ મથકે ૧૨ શકુનીઓ સામે જુગાર ધારા મુજબ ગુનો નોંધાયો હતો તેની તપાસ અધિકારી પીઆઇ ડી.વી.ડોડીયા હાથ ધરી હતી.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here