પાટડીઃ માલવણ ગામેથી બોગસ તબીબ ઝડપાયો

0
15
Share
Share

સુરેન્દ્રનગર, તા.૧૧

તાલાલાના ભીમદેવળ સરકારી દવાખાના પાસે બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી તિજોરીના તાળા તોડી રોકડ તથા સોનાના ઘરેણા મળી રૂ. ૨,૬૭,૫૦૦નો મુદ્દામાલ ચોરી ગયા અંગેની ફરિયાદ નોંધાઈ છે તાલાળાના ભીમદેવળ સરકારી દવાખાના પાસે રહેતા કુમુદ ગોવિંદ ડોલરીયા (ઉ.વ.૪૦) એ ગત તા. ૦૯ના રોજ પત્નીનું ઓપરેશન કરાવવા માટે સરકારી દવાખાને ગયા હતા. બાદમાં પીપળવા રોડ પર બાપુજીના ઘરે પટેલ પરિવાર રોકાયો હતો. ત્યારે બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી દરવાજાના અને તિજોરીના તાળા તોડી નાખી રોકડ રૂ. ૮૦,૦૦૦ તથા સોનાના દાગીના મળી રૂ.૧,૮૭,૫૦૦ મળી કુલ રૂ. ૨,૬૭,૫૦૦નો મુદ્દામાલ ચોરી પલાયન થઈ ગયા હતા. ચોરીના બનાવ અંગે ભૌતિક પટેલને જાણ થતાં તાલાવાળા પોલીસને જાણ કરી હતી ચોરીના બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here