પાટડીઃ નવા ગામે પ્રેમી પંખીડાનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત

0
29
Share
Share

સુરેન્દ્રનગર, તા.૧૮

પાટડીના ખારાઘોડા (જૂનાગામ) ખાતે રહેતાં અંકિત રતિલાલ વાસાણી (ઠાકોર) ઉ.વ.૨૫ના લગ્ન દોઢ વર્ષ પહેલા પાટડીના ઓડુ ગામે સમાજના રીત-રીવાજ મુજબ થયાં હતા. જયારે જુના ગામમાં જ રહેતી જયોત્સના બળદેવભાઈ કુડેચા (ઠાકોર) ઉ.વ.૨૩ના લગ્ન પણ ૨૧ દિવસ પહેલા પાટડી ખાતે સમાજના રીત-રીવાજ મુજબ થયાં હતાં. અંકિત અને જયોત્સના વચ્ચે પ્રેમસબંધ ચાલતો હોય બંન્ને પોતાના લગ્નજીવનથી રાજી નહોતા આથી બંન્નેએ એકસાથે જીવી શકે તેમ ન હોય તેવાં વિચારથી બે દિવસ પહેલા પોત પોતાના ઘેરથી નીકળી ગયાં હતાં. જે અંગે બંન્નેના પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી પરંતુ કોઈ જ પત્તો લાગ્યો નહોતો ત્યારે પાટડીના નવાગામ પાસે આવેલ તળાવની પાળ પાસે વૃક્ષની ડાળી સાથે એક જદરોડા વડે બન્નેએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી.

જે અંગેની જાણ થતાં જ બંન્નેના પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને આ અંગે પાટડી પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંન્નેની લટકતી લાશને નીચે ઉતારી પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લાવી વધુ તપાસ હાથધરી હતી.પાટડી તાલુકામાં દિન-પ્રતિદિન યુવક-યુવતિઓના આત્મહત્યાના બનાવો વધી રહ્યાં છે ત્યારે થોડા દિવસો પહેલા સુરેલ ગામમાં પણ આવીજ રીતે પ્રેમીયુગલે આત્મહત્યાનો બનાવ બન્યો હતો. આ બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી ખારાઘોડામાં પ્રેમીયુગલે આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here