પાક.નો મોટો ઝટકોઃ FATFએ એનહાસ્ડ ફોલોઅપ લિસ્ટમાં જ રાખ્યું

0
22
Share
Share

ઇસ્લામાબાદ,તા.૧૨

પોતાના આકા ચીનની મદદથી ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવાનું સપનાં જોતા પાકિસ્તાનને મોટો ઝાટકો લાગ્યો છે. હ્લછ્‌હ્લના ક્ષેત્રીય એકમ એશિયા પેસિફિક ગ્રૂપએ ટેરર ફંડિંગ અને મની લોન્ડ્રિંગ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહેવા પર પાકિસ્તાનને ‘Enhanced Follow-Up’ માં યથાવત રાખ્યું છે. એપીજીના આ પગલાંથી પાકિસ્તાનની FATFના ગ્રે લિસ્ટમાં બની રહેશે તે નક્કી મનાય છે. એટલું જ નહીં હવે બ્લેક લિસ્ટ થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે.

રિપોર્ટ પ્રમાણે એપીજી એ કહ્યું કે ટેરર ફંડિંગ અને મની લોન્ડ્રિંગને ખત્મ કરવા માટે FATFની તરફથી આપવામાં આવેલા તકનીકી સૂચનોને લાગૂ કરવામાં પાકિસ્તાને ખૂબ ઓછી પ્રગતિ કરી છે. એપીજીની તરફથી પાકિસ્તાનના મૂલ્યાંકનના પહેલાં ફોલો અપ રિપોર્ટને રજૂ કર્યો છે. તેમાં કહ્યું છે કે પાકિસ્તાને હ્લછ્‌હ્લની તરફથી કરાયેલ ૪૦ ભલામણોમાંથી માત્ર બે પર પ્રગતિ કરી છે.

આ ૧૨ પાનાના રિપોર્ટમાં કહ્યું છે કે પાકિસ્તનની ભલામણો પૂરી કરવામાં એક વર્ષમાં કોઇ ફેરફાર આવ્યો નથી. તેને જોતા એપીજી એ જાહેરાત કરી કે પાકિસ્તાન ‘Enhanced Follow-Up’ લિસ્ટમાં બની રહેશે. સાથો સાથ પાકિસ્તાનને ૪૦ સૂચનોને લાગૂ કરવાની દિશામાં કરાયેલા પ્રયાસોનો રિપોર્ટ આપવો પડશે. રિપોર્ટમાં કહ્યું છે કે પાકિસ્તાને કેટલાંક સૂચનો લાગૂ કરવાની દિશામાં કેટલીક પ્રગતિ કરી છે.

એપીજીનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ૨૧ ઑક્ટોબરથી ૨૩ ઑક્ટોબરની વચ્ચે FATFની વર્ચ્યુલ રિવ્યૂ મીટિંગ થવાની છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ તાજા રિપોર્ટ બાદ હવે પાકિસ્તાનનું ગ્રે લિસ્ટમાં બની રહેવું નિશ્ચિત થઇ ગયું છે અને તેના પર બ્લેક લિસ્ટ રહેવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આની પહેલાં કોરોના મહાસંકટની વચ્ચે પાકિસ્તાને ખુદને FATFના ગ્રે લિસ્ટમાંથી હટાવા માટે મોટો દાવ ચલાવ્યો હતો. પાકિસ્તાને છેલ્લાં ૧૮ મહિનાથી હજારો આતંકવાદીઓના નામને હટાવી દીધા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here