પાક જનરલ બાજવાના સૂર બદલાયા કાશ્મીર મુદ્દાનો ભારત અને પાકિસ્તાને શાંતિપૂર્ણ ઉકેલ લાવવો જોઈએ

0
26
Share
Share

ઇસ્લામાબાદ,તા.૩

કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવા માટે સતત પ્રયાસો પાકિસ્તાન દ્વારા થતા રહેતા હોય છે.ભારત અને પાક વચ્ચે ચાલી રહેલા તનાવમાં અચાનક જ પાક સેના પ્રમુખ કમર જાવેદ બાજવાએ ભારત સાથે શાંતિનો સૂર આલાપતા આશ્ચર્ય સર્જાયુ છે.

જનરલ બાજવાએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન અને્‌ ભારતે કાશ્મીરના મુદ્દાને ગરિમાપૂર્ણ રીતે અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ.જોકે જાણકારોનુ માનવુ છે કે, બાજવાનુ નિવેદન એક પ્રકારની ચાલ છે.જેનો ઉદ્દેશ અમેરિકામાં નવી બાઈડન સરકારને એવુ બતાવવાનો છે કે, પાકિસ્તાન ભારત સાથે શાંતિ ઈચ્છે છે પણ ભારત તૈયાર નથી.

સાથે સાથે પાકિસ્તાનને એ પણ ડર છે કે, અમેરિકા પણ આ મુદ્દે પાકિસ્તાને શાંતિપૂર્ણ રીતે વાટાઘાટોની સલાહ આપી શકે છે એટલે એ પહેલા જ પાક સેના પ્રમુખે પોતે જ શાંતિની વાત કરી છે.

આ પહેલા જનરલ બાજવાએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન અને ભારતે કાશ્મીર મુદ્દાનો ઉકેલ જમ્મુ કાશ્મીરના લોકોની ઈચ્છા પ્રમાણએ લાવવો જોઈએ.પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે અને આ ક્ષેત્ર તેમજ દુનિયાની શાંતિ માટે પાકિસ્તાને મોટા બલિદાન આપ્યા છે. હાલનો સમય તમામ દિશાઓમાંથી શાંતિ માટે હાથ લંબાવવાનો છે.જોકે પાકિસ્તાનની શાંતિની ઈચ્છાને કોઈ નબળાઈ ના સમજે. પાક સેના કોઈ પણ ખતરાનો સામનો કરવા માટે સક્ષમ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here