પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપઃ કોઇ જાનહાનિ નહિ

0
24
Share
Share

ઇસ્લામાબાદ/કાબૂલ,તા.૨૪

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ધરતી આજે સવારે ભૂકંપના તેજ ઝટકાથી ધ્રુજી હતી. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં જ્યાં ગુરૂવારે સવારે ૪.૩ તીવ્રતાનો ભૂકંપ આવ્યો. બીજીબાજુ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પણ ૪.૨ની તીવ્રતાવાળા ભૂકંપે લોકોને ડરાવી દિધા.

સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં આજે સવારે ૫.૪૬ વાગ્યે ઇસ્લામાબાદથી ૪૦ કિ.મી. પૂર્વમાં ભૂકંપ આવ્યો. આ ભુકંપની તીવ્રતા ૪.૩ હતી. જો કે તેમાં નુકસાન થવાના અહેવાલો નથી.

બીજીબાજુ અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં સવારે ૫.૩૩ મિનિટ પર ભૂકંપ આવ્યો. જેની તીવ્રતા રેકટર સ્કેલ પર ૪.૨ હતી. કાબુલમાં કોઇપણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here