પાકિસ્તાને ગિલગિટ બાલિસ્તાન વિધાનસભા ચૂંટણીનું એલાન કર્યું

0
19
Share
Share

ઇસ્લામાબાદ,તા.૨૪

ભારત દ્વારા સખ્ત વાંધો છતાં પાકિસ્તાને ગિલગિટ બાલિસ્તાનની વિધાનસભા માટે ૧૫ નવેમ્બરના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ આ વિસ્તારમાં આ પહેલા ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ બુધવારે આ મામલે એક નોટિફિકેશન જાહેર કર્યું.

વક્તવ્યમાં જણાવવામાં આવ્યું કે, પાકિસ્તાન ઈસ્લામી ગણતંત્રના રાષ્ટ્રપતિ એલાન કરે છે કે, ચૂંટણી અધિનિયમ ૨૦૧૭ની કલમ ૫૭(૧) હેઠળ રવિવાર ૧૫ નવેમ્બર ૨૦૨૦ના ગિલગિટ બાલ્તિસ્તાન વિધાનસભામાં સામાન્ય ચૂંટણી કરાવવામાં આવશે.

આ મામલે ભારતે પાકિસ્તાનને કહ્યું કે, ગિલગિટ બાલિસ્તાન સહિત જમ્મુ કાશ્મીર અને લદ્દાખ સંઘ શાસિત પ્રદેશના સંપૂર્ણ ભૂભાગના ભારતમાં પૂર્ણ રૂપથી વૈધાનિક અને સ્થાયિ વિલય થયો હતો તેથી આ દેશનો અભિન્ન અંગ છે. ભારતે કહ્યું કે, પાકિસ્તાન સરકાર કે તેની ન્યાયપાલિકાનો તે ક્ષેત્રોમાં કોઈ અધિકાર નથી જેના પર અવૈધ કબ્જો કરવામાં આવ્યો હતો.

તેમાં કહેવામાં આવ્યું કે, આ પ્રકારની કાર્યવાહીને અને ભારતના જમ્મુ કાશ્મીરના પાકિસ્તાન દ્વારા કબ્જો કરવામાં આવેલા વિસ્તારમાં નક્કર ફેરફાર કરવાના પ્રયાસોને સંપૂર્ણપણે ફગાવે છે. પાકિસ્તાને ગેર કાનૂની રીતે કબ્જો કરેલા આ વિસ્તારને તુરંત ખાલી કરી દેવો જોઈએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here