પાકિસ્તાની સાંસદ અને જમીયત નેતા મૌલાના સલાહુદ્દીને ૧૪ વર્ષની કિશોરી સાથે નિકાહ કર્યા

0
20
Share
Share

ઇસ્લામાબાદ,તા.૨૩

બાળ વિવાહના દુષણ સામે આખી દુનિયામાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ૬૨ વર્ષીય સાંસદ મૌલાના સલાહઉદ્દીન અયૂબીએ ૧૪ વર્ષની કિશોરી સાથે લગ્ન કરી લીધા છે. જોકે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે તપાસના આદેશ આપી દીધા છે. એક એનજીઓ દ્વારા આ જાણકારી સામે લાવવામાં આવી હતી.

પાકિસ્તાન અખબારના અહેવાલ પ્રમાણે સાંસદે જેની સાથે લગ્ન કર્યા હતા તે બાળકીના જન્મનું સર્ટિફિકેટ મીડિયા સામે રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં તેની જન્મ તારીખ ૨૮ ઓક્ટોબર ૨૦૦૬ દર્શાવાઈ છે. એ પછી સ્થાનિક એનજીઓ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસ ફરિયાદ થયા બાદ તપાસ માટે બાળકીના ઘરે પહોંચી તો પિતાએ કહ્યું હતું કે, મારી પુત્રીના લગ્ન થયા નથી. પોલીસનું કહેવું છે કે, બાળકીને સાંસદ પાસે નહીં મોકલવાની પિતાએ ખાતરી આપી છે. પાકિસ્તાનના લગ્નના કાયદા પ્રમાણે લગ્ન માટે યુવતીની વય ૧૬ વર્ષની નક્કી કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here