પાકિસ્તાનમાં પણ ધૂમધામથી દિવાળીની ઉજવણી કરાઈ

0
17
Share
Share

કરાંચીના સ્વામીનારાયણ મંદિરમાં શ્રદ્ધાળુઓએ ઉજવ્યો દિવાળીનો તહેવાર, મંદિરને જોરદારરીતે શણગારાયું

કરાંચી, તા. ૧૫

દેશમાં શનિવારે દિવાળી (ડ્ઢૈુટ્ઠઙ્મૈ ૨૦૨૦)નો તહેવાર ધામધૂમથી ઉજવાયો. દિવાળીના પ્રસંગે લોકોએ ઘરોમાં દીવડા પ્રગટાવ્યા અને પોતાના ઘરોને રોશન કરી હતી. દિવાળીનો તહેવાર ભારતની સાથે જ પાકિસ્તાનમાં પણ ઉજવવામાં આવી.

પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓએ દિપાવલીનું પર્વ ઘણી ધૂમધામથી ઉજવ્યું. પાકિસ્તાનના કરાચીમાં હિન્દુ સમુદાયના લોકોએ પૂરા જોશની સાથે દિવાળી ઉજવી અને દીવડા પ્રગટાવ્યા.

આ ખાસ પ્રસંગે કરાચીના સ્વામી નારાયણ મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યું હતું. અહીં રંગીન લાઇટ અને રંગોળીની સજાવટ કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામી નારાયણ મંદિરમાં ખાસ શ્રદ્ધાળુઓ એકત્ર થયા અને દરેકને મળી દિવાળીનો તહેવાર ઉજવ્યો.

દિવાળીના ખાસ પ્રસંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનએ હિન્દુઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી. તેઓએ ટ્‌વીટ કરતાં લખ્યું કે, તમામ હિન્દુ નાગરિકોને હેપ્પી દિવાલી.

પાકિસ્તાનમાં ૧૯૪૭માં હિન્દુઓની કુલ વસ્તી લગભગ ૨૪ ટકા હતી જે હવે ઘટીને માત્ર એક ટકાની આસપાસ બચી છે. પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્માંતરણ કરી દેવામાં આવ્યું. ત્યારબાદ ઘણા લોકોને અહીંથી પલાયન કરવું પડ્યું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here