પાકિસ્તાનની જીત બાદ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટેબલમાં ફેરફારઃ ભારત પ્રથમ ક્રમે

0
31
Share
Share

દુબઇ,તા.૩૦

પાકિસ્તાન ક્રિકેટ ટીમએ સાઉથ આફ્રિકાની સામે બે મેચોની સિરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચ ૭ વિકેટ થી જીતી લીધી છે. આ સાથે જ પાકિસ્તાને સિરીઝમાં ૧-૦ થી આગળ રહ્યુ છે. તો આઇસીસીની ટેસ્ટ ચેમ્પિયનશીપ ટેબલમાં ફેરફાર થયો છે. પ્રથમ ટેસ્ટ મેચ જીતવા સાથે પાકિસ્તાન એક સ્થાન આગળ આવ્યુ છે, જોકે પોઇન્ટને લઇને ભારતથી ખૂબ જ દુર છે. ભારતે નંબર એકનુ સ્થાન જાળવી રાખ્યુ છે.

હાલમાં આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ ટેબલ પર ભારતીય ટીમ સૌથી ઉપર છે. બીજા સ્થાન પર ન્યુઝીલેન્ડ છે, જ્યારે ત્રીજા સ્થાન પર ઓસ્ટ્રે્‌લીયાની ટીમ છે. ચોથા નંબર પર ઇંગ્લેંડની ટીમ છે, જ્યારે સાઉથ આફ્રીકા ને હરાવીને પાકિસ્તાન પાંચવા નંબર પર આગળ આવ્યુ છે. પ્રોટિયાઝ ટીમ કરાંચી ટેસ્ટ હારવા બાદ છઠ્ઠા સ્થાન પર સરકી ગઇ છે. સાતમાં સ્થાન પર ઇંગ્લેંડથી ક્લિન સ્વિપ થનાર શ્રીલંકાની ટીમ છે. વેસ્ટ ઇન્ડીઝ આઠમાં સ્થાન પર અને સૌથી નિચે ૯ નંબર પર બાંગ્લાદેશની ટીમ છે.

જીતની વાત કરવામાં આવે તો, ભારતની જીતની ટકાવારી ૭૧ ટકા છે. જ્યારે ન્યુઝીલેન્ડની અત્યારસુધી પોતાની ૭૦ ટકા મેચ જીત્યુ છે. ઓસ્ટ્રેલીયાની જીતની ટકાવારી ૬૯ ટકા છે. ઇંગ્લેંડની ટીમની ટકાવારી ૬૮ ટકા જેટલી છે. પાકિસ્તાન ની ટીમની જીતની ટકાવારી માત્ર ૩૭ ટકા છે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ ૩૪ ટકા મેચ જીતી શકી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here