પાકિસ્તાનના વિવાદાસ્પદ મૌલાના ખાદિમ હુસૈન રીઝવીનું નિધન

0
17
Share
Share

ઇસ્લામાબાદ,તા.૨૦

પાકિસ્તાનના વિવાદાસ્પદ મૌલાના ખાદિમ હુસૈન રીઝવીનો ગુરૂવારે મધરાતે એક હૉસ્પિટલમાં ઇંતેકાલ થયો હતો. ગુરૂવારે બપોર પછી તેમને શ્વાસ લેવામાં તકલીફ સર્જાતાં હૉસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યાં સારવાર ચાલુ હતી ત્યારે ગુરૂવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ ધર્મગુરૂ પહેલેથી વિવાદાસ્પદ હતા. હિન્દુ, પારસી, ઇસાઇ, શીખ, બૈાદ્ધ વગેરે લઘુમતીના લોકો પર ઇશનિંદાનો તદ્દન ખોટો આક્ષેપ મૂકીને તેમને મોતની સજા કરાવતા પરિબળોને આ ધર્મગુરૂનો ખુલ્લો ટેકો હતો. ઉપરાંત એ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અંગે પણ બેફામ વિધાનો કરતા હતા.

તાજેતરમાં ફ્રાન્સમાં એક ઇતિહાસ શિક્ષકની હત્યા થઇ અને ત્યારબાદ ફ્રાન્સ તથા યૂરોપના દેશોમાં જે પ્રતિભાવ આવ્યા ત્યારે આ મૌલાનાએ ખુલ્લેઆમ ઇસ્લામી જિહાદ અને કત્લેઆમને ટેકો જાહેર કર્યો હતો.

અન્ય એક અહેવાલ મુજબ મૌલાનાને એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ તરફ લઇ જવાતા હતા ત્યારે જ તેમનું નિધન થઇ ચૂક્યું હતું. હૉસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તેમને મરેલા જાહેર કરવામાં આવ્યા હતા. મૌલાનાના પરિવારમાં પત્ની, બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here