પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને નવાઝ શરીફને સૌથી મોટા ગદ્દાર કહ્યા

0
18
Share
Share

ઇસ્લામાબાદ,તા.૧૩

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને વિપક્ષી નેતા નવાઝ શરીફ ઉપર પ્રહાર કર્યા છે. તેમણે નવાઝ શરીફને ગદ્દાર પણ કહ્યા. પાકિસ્તાનના વડાપ્રધાનએ કહ્યું કે નવાઝ શરીફ જવાનોને સૈન્ય નેતૃત્વ સામે બળવો કરવા માટે ઉશ્કેરી રહ્યા છે અને તેનાથી મોટો દેશદ્રોહ બીજો શું હોય શકે.

ઈમરાન ખાને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તેઓ કહે છે કે સૈન્ય નેતૃત્વ ખરાબ છે અને તેના સિવાય આર્મી સારી છે. આનો અર્થ એ થયો કે તમે સૈનિકોને બળવા માટે ઉશ્કેરી રહ્યા છો. ચોરીના પૈસાથી ખરીદેલા ભવ્ય ફ્લેટમાં બેસીને એક વ્યક્તિ (નવાઝ શરીફ) આર્મીના જવાનોને નેતૃત્વ પરિવર્તન માટે ઉશ્કેરી રહી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે નવાઝ શરીફ ડરપોક થઈને વિદેશમાં છૂપાયા છે અને પોતાના સમર્થકોને સરકાર સામે વિદ્રોહ કરવા માટે ઉશ્કેરી રહ્યા છે. શરીફ પર દેશદ્રોહનો કેસ કેમ નથી કરતા તેવા સવાલના જવાબમાં ઈમરાને કહ્યું કે દેશદ્રોહને સાબિત કરવો ઘણો મુશ્કેલ કામ છે. એજન્સીના રિપોર્ટના આધારે કોર્ટમાં કેસ ન કરી શકો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here