પાઈલ્સ ડે (૨૦ નવેમ્બર) નિમિતે હરસ-મસા રોગ વિશે જાણીએ અને તેનાથી બચીએ

0
30
Share
Share

પાઈલ્સ ડે નિમિતે રાજકોટની સુશ્રૃત પાઈલ્સ હોસ્પિટલ એસ્ટ્રોન ચોકના ડો.એમ.વી.વેકરીયા પાસેથી હરસ-મસા જેવા જટીલ રોગો વિશે જાણીએ

આપણા ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જો તમારૂ શરીર નરવું હશે તો તમામ સુખ તમારા દાસ છે. આજે પાઈલ્સ ડે નિમિતે સૌરાષ્ટ્રના સુપ્રસિઘ્ધ પ્રોકટોલોજીસ્ટ મળ માર્ગના નિષ્ણાંત ડો.એમ.વી.વેકરીયા હરસ, મસા-પાઈલ્સ વિષે આપણને વિશેષ સવિસ્તાર તેના થવાના કારણો, તેના લક્ષણો, હરસથી બચવાના અને ન થાય તે માટેની પરેજી, તેની વૈજ્ઞાનિક સચોટ સારવાર અને હરસની સારવાર માટે આપણા માનસમા પ્રવર્તી રહેલી પ્રચલિત ગેરમાન્યતા, અંધશ્રઘ્ધા વિશે સચોટ માહિતી આપશે. ડો.એમ.વી.વેકરીયા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ અતિઆધુનિક ટેકનોલોજી અમેરીકન અલ્ટ્રાસોનીક હાર્મોનીક ફોક્સ જર્મન ઈન્ફ્રારેડ કોએગ્યુલેશન જાપાનીઝ હેલ-સ્ટેપર, વેસલ સીલર, લેસર જેવી હરસ માટેની ટેકનોલોજીનો આવિષ્કાર કરી રાજકોટ શહેરનું ગૌરવ વધારેલ છે.

હરસ મસા એટલે શું ? આપણા મળમાર્ગમાં રહેલી લોહીની નળીઓ રોજ બરોજ કબજીયાતના પ્રેશરના કારણે તેમજ લાઈફ સ્ટાઈલ તેમજ વારસાગતને કારણે ત્યાંની મળ માર્ગની ત્વચા-મ્યુકોઝાની નીચે રહેલી લોહીની નળીઓ ફુલાઈને ગંઠો આચળ જેવું જે બને તેને હરસ કહેવામાં આવે છે. હરસ મસા એ મળમાર્ગમાં થતો અતિકષ્ટદાયક વ્યાધિ છે. જેમાં ખાસ કરીને અસહ્ય દુઃખાવો, બળતરા તથા લોહી પડે છે. આ આચળ ગઠાને આપણે ગુજરાતીમાં હરસ મસા-હીન્દીમાં બવાસીર-સંસ્કૃતમાં અર્શ અંગ્રેજીમાં પાઈલ્સ મેડીકલમાં હેમોરોઈડસ લેટીનામાં પીલા કહેવાય છે.

હરસ થવાના કારણો : કબજીયાતને સર્વે રોગની જનની માતા કહી છે. હરસ થવામાં પણ મુખ્ય કારણ કબજીયાત છે. તેથી પહેલા તો કબજીયાત કરે તેવા આહારવિહાર છોડવા, બંધ કરવા. આજની લાઈફસ્ટાઈલ, મળમાર્ગના રોગોને નોતરે છે. પ્રવાહી, છાશ, દૂધ, પાણી, ફ્રૂટ, સુપ, જુસ વધારે લેવા. તેમજ પાન, બીડી, તમાકુ, ફાકી બંધ કરવા. કબજીયાત કરે તેવો આહાર તેમજ તીખું, તળેલું તમતમતું અને મસાલાવાળો ખોરાક ઓછો લેવો. ખોરાકની અનિયમિતતા, ફાઈબરસેલ ડાયેટ અને ફાસ્ટ ફુડ, જંકફુડનુ વધતુ જતુ પ્રમાણ, બેઠાડુ જીવન, કસરતો અભાવ, ચિંતા, ક્રોધ અને ઉજાગરા, સંડાસમાં અતિશય જોર કરવાની ટેવ, વારંવાર સંડાસ જવાની ટેવ, તેમજ વારંવાર ઝાડા અને મરડો થવો, લેડીઝમાં પ્રેગ્નેન્સી દરમ્યાન તેમજ વારસાગત વગેરે કારણોથી હરસ થાય છે.

હરસ-ફીશર ભગંદરમાં જોવા મળતા સામાન્ય લક્ષણો :

મળત્યાગ વખતે મળમાર્ગમાં દુઃખાવો, બળતરા અથવા રક્તસ્ત્રાવ થવો.

સંડાસ જતી વખતે આચળ જેવો કંઈક બહાર નીકળવો.

કાયમી કબજીયાત, ગેસ ટ્રબલ, અપચો રહેવો.

બેસવામાં તકલીફ થવી. દુઃખાવો થવો.

મળમાર્ગમાં ખંજવાળ આવવી, રસી નીકળવા, ચીકાશ આવવી કે ભીનું લાગવું.

વારંવાર મળમાર્ગની આસપાસ ગડગુમડ જેવું થઈને રસી નીકળવી.

વારંવાર મરડો અથવા ઝાડા થવા.

સંડાસ માટે કાયમી જુલાબ કે રેચક દવા લેવાની જરૂર પડે છે.

ભુખ ન લાગવી, જમ્યા પછી પેટમાં ભારે લાગવું, ગેસ ટે્રબલ રહેવી, શરીર ફીકકુરહે, શરીર આખું દુઃખે, પીંડીમાં કે કમરમાં દુઃખાવો રહેવો.

મળત્યાગ કંટ્રોલ ન હોવો, લાંબા સમયે મળમાર્ગ નબળો પડવો.

હરસ-મસા ભગંદર, ફીશર ન થાય તે માટે સોનેરી સૂચનો : જરૂરી પરેજી

મળમાર્ગના રોગો માટે જવાબદાર એવી કબજીયાતને અવગણશો નહીં.

કાયમ કોઈ પણ જાતના જુલાબ કે રેચક દવા લેવી એ અત્યંત હાનિકારક છે.

કુદરતી હાજતના વેગને ગમે તેવા સંજોગોમાં રોકાશો નહીં.

ભુખ લાગે ત્યારે ફળ અને શાકભાજી સુપાચ્ય આહાર પૂરતા પ્રવાહી સાથે લેવાથી કબજીયાત અટકે છે.

ઉકાળેલું કે ફીલ્ટર કરેલું પાણી રાત્રે સુતા પહેલા બે ગ્લાસ અને સવારે ઉઠીને નરણા કોઠે બે ગ્લાસ પીવું.

દરરોજ સવારે એક વખત સંડાસ જવાની નિયમિત ટેવ પાડવી.

સંડાસ જતા જોર ન કરવું, ઉંડા શ્વાસોશ્વાસ લેવા. થોડો સમય બેસવું. ઉતાવળ ન કરવી.

દરરોજ સવારે બેથી ત્રણ કિલોમીટર ચાલવું.

વધુ પડતો તીખો-તળેલો, ચીકણો, બેકરીનો અને કબજીયાત કરે તેવો ભારે આહાર લેશો નહીં.

પાન, બીડી, તમાકુ, સોપારી, જદર, દારૂ લેવા નહીં.

ઝાડો ચીકાશ વગર, બંધાયેલો કોઈપણ જાતની બળતરા કે દુઃખાવા વિના સંતોષપૂર્વક થાય એ સ્વાસ્થ્યની નિશાની છે.

મળમાર્ગમાં રક્તસ્ત્રાવ, દુઃખાવો, બળતરા, ખંજવાળ આવે અથવા મળમાર્ગની આસપાસ ફોલ્લા અથવા ગડગૂંમડ થાય, રસી આવે, ચીકાશ આવે અથવા મળત્યાગ સમયે કોઈ ભાગ દેખાય તો તુરત નિષ્ણાંત ડોકટરની સલાહ લેવી જોઈએ.

હરસ-મસા (પાઈલ્સ)ની સરળ-સચોટ વૈજ્ઞાનિક સારવાર :

એડવાન્સ ટેકનોલોજી ફોર પ્રોકટોલોજી

એડવાન્સ સાયન્સ પ્રમાણે નવીનવી ટેકનોલોજી દ્વારા સારવાર થાય છે. જેમાં હાલની સૌથી એડવાન્સ ટેકનોલોજી આ પ્રમાણે છે.

અલ્ટ્રાસોનિક હાર્મોનિક ફોક્સ (ઈથીકોન કંપની અમેરીકા)ઃ

પ્રોસીજર ફોર પ્રોલેપ્સ પાઈલ્સ :

મીનીમાઈઝ ઈન્વાસીવ પ્રોસીજર ફોર પાઈલ્સ :

હેલ ટેકનોલોજી :

આ સિવાય પહેલા ઉપયોગમાં લેવાતી સારવાર પઘ્ધતિ જેવી કે :

સબમ્યુકોઝલ સ્કેલેરોજન્ટ ઈન્જેકશન

રબરબેન્ડ લીગેશન પઘ્ધતિ

ક્રાયો સજર્રી-નાઈટ્રોજન ગેસથી ઠંડા કરીને શતીદગ્ધથી હસરને મુકવવા.

સકસન આર.બી.-સકશન દ્વારા રબ્બરબેન્ડ લીગેશન.

ક્ષારસુત્ર સારવાર-હરસને ક્ષારસુત્રથી હરસને મુળમાંથી બાંધવા

ઓપરેશન સજર્રી સારવાર વગેરે હરસ મસા માટે સારવાર પઘ્ધતિ પ્રચલિત છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here