પાંડેસરામાં નકલી ડોકટર પોલીસે ઝડપી વોન્ટેડ જાહેર કર્યો

0
43
Share
Share

સુરત,તા.૨૧
સુરત શહેર પોલીસએ બાતમીના આધારે, પાંડેસરા બમરોલી રોડ ડી-માર્ટની સામે બાલાજી નગર સોસા. મકાન નં. ૧૮૫માં “આશીર્વાદ ક્લિનિક ચલાવતા ડો. નિલેશ સત્યનારાયણ તિવારી ઉ.વ.૨૫ ધંધો મેડીકલ પ્રેકટીશ રહે.ઘર નં.૧૫૫ રણછોડનગર સોસા. સી.એન.જી. પંપની પાછળ વડોદ ગામ પાંડેસરા સુરત મુળ વતન ગામ કંદેલા તા.સિરમોર થાના સિરમોર જી.રીવા (મધ્યપ્રદેશ) વાળા પાસે કોઈ ડોકટરની ડીગ્રી નથી પરંતુ તે કોઈ જગ્યાએથી બોગસ ડોક્ટરની ડીગ્રી મેળવી તેમજ પોતાના નામનું ડોકટર તરીકે પ્રેક્ટીસ કરવા માટેનુ બનાવટી રજીસ્ટ્રેશન સર્ટી બનાવી તે આધારે ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરે છે.
એસ.ઓ.જી.ના પીઆઈ ટી.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવી જેમાં પીએસઆઈ વી સી.જાડેજા, એએસઆઈ અનિલભાઈ વિનજીભાઈ, એચસી દામજી ધનજીભાઈ પીસી અશોકભાઈ લુણી તથા પાંડેસરા બમરોલી એસએમસી હેલ્થ સેન્ટરના ડો. અશોક ત્રિવેદી, ચીફ સેનેટરી ઇન્સ્પેકટર અજીતસીંહ પરમાર તથા સબ સેનેટરી ઇન્સ્પેકટર દિનેશભાઈ ડોડીયાએ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી ક્લિનિકમાંથી ઉપરોક્ત ઈસમને ઝડપી પાડી તેની પાસેથી તેના નામની બી.એ.એમ.એસ. કલક્તાની બનાવટી ડોકટરની ડિગ્રી, તેમજ અમદાવાદ ખાતે નોંધણી કર્યા અંગેનુ બનાવટી રજીસ્ટ્રેશન સર્ટી મળી આવ્યું હતું.
તેમજ ક્લિનિકમાંથી દવા/સીરપાઇજેકશનો તથા અન્ય જરૂરી ડોકટરના ઉપકરણો મળી કુલ્લે કિ.રૂ.૧૪,૪૨૯/- નો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે. તેમજ તેને આ બનાવટી ડીગ્રી તથા રજીસ્ટ્રેશન સર્ટી બનાવી આપનાર એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here