પાંચ મહિના બાદ મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ ઑગસ્ટમાં ૫૨ પર પહોંચ્યો

0
21
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧

લોકડાઉન સાથે જોડાયેલ પ્રતિબંધમાં રાહત અપાયા બાદ સ્થાનિક માંગમાં તેજી આવાને કારણે ચાર માસના અંતરાલ બાદ દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સની પ્રવુતિઓમાં વૃદ્ધિ જોવા મળી છે.જોકે આમ છતાં કંપનીઓમાં છટણીનો તબક્કો ચાલુ જ છે. એક ખાનગી બિઝનેસ સર્વેમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આઈએચએસ માર્કિટ દ્વારા સંકલિત નીક્કી મેન્યુફેક્ચરિંગ પર્ચેજીંગ ઇન્ડેક્સ (PMI) ઓગષ્ટમાં ૫૨ પર રહ્યો હતો. આ અગાઉ જુલાઈ માસમાં તે ૪૬ પર હતો.

PMIનો ૫૦થી વધુનો ડેટા વૃદ્ધિ જયારે તેનાથી નીચેનો આંક સંકોચન દર્શાવે છે. ભારતનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ માર્ચ બાદ પ્રથમ વખત ૫૦ના સ્તરથી ઉપર જોવા મળ્યો છે જે વૃદ્ધિ દર્શાવે છે.આઈએચએસ માર્કિટમાં અર્થશાસ્ત્રી શ્રેયાપટેલે જણાવ્યું હતું  કે ઓગષ્ટના આંકડા ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવેલ સુધારાને દર્શાવે છે. તેનાથી બીજા છમાસિકમાં રિકવરીના સંકેત જોવા મળે છે.

જો પીએમઆઈમાં સબ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો માંગ અને ઉત્પાદન ફેબ્રુઆરી બાદ તેના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે. આ રીતે પાંચ માસમાં પ્રથમ વાર મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં વૃદ્ધિ જોવા મળી છે. જોકે વિદેશી માંગમાં સતત છઠ્ઠાં મહિને ઘટાડો જોવાયો છે. તે માર્ચ,૨૦૦૯ બાદ સૌથી લાંબા સમય સુધી ચાલનાર ઘટાડો છે.

આઈએચએસ માર્કેટના આ અહેવાલમાં જણાવાયું છે કે કંપનીઓએ સતત પાંચમા મહિને છટણી કરવાનું કામ ચાલુ રાખ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here