પાંચદ્વારકામાંથી દારૂ ભરેલા બોલેરો સાથે ૧૦.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત

0
8
Share
Share

વાંકાનેર,તા.૨૯

વાંકાનેરના પાંચદ્વારકા ગામની સીમમાં પોલીસ દ્વારા રેડ પાડી બોલેરો ગાડીમાં રાખેલ વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસે રૂ. ૧૦,૪૯,૫૦૦નો કુલ મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી રાઘીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકના વશરામભાઈ દેવાયતભાઈ મેતા અને જગદીશભાઈ ગાબુ તથા અકીલભાઈ હાસમભાઈ બાંભણીયાને મળેલ બાતમીના આધારે

પી.એસ.આઈ. પી.સી. મોલીયા સહિતની ટીમે વાંકાનેરના પાંચદ્વારકા ગામની સીમમાં આવેલા આરોપી દીપકભાઈ હિન્દુભાઇ પાંચિયાની વાડીમાં રેડ પાડતા બોલેરો ગાડીમાં વિદેશી દારૂની બોટલ નંગ-૧૧૦ કિંમત રૂ.૩,૯૫,૦૦૦ તથા બોલેરો પીકઅપ અને બે મોબાઈલ એમ કુલ મુદામાલ કિંમત રૂ.૧૦,૪૯ ,૫૦૦ સાથે આરોપી દીપકભાઈ હિન્દુભાઇ પાંચિયાને ઝડપી પાડયો હતો. જયારે ધારાભાઇ ઝાલાભાઇ રાતળીયા અને ફારુકને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here