પહેલા મારી પીઠમાં છરો ભોંક્યો,દગો આપ્યો અને હવે ના.પ્રધાનની ઓફર કરે છે

0
32
Share
Share

પટણા,તા.૧૪

રાજદના તેજસ્વી યાદવ બિહારના મુખ્ય પ્રધાન થવા આકૂળ-વ્યાકૂળ હતા. દરેક પક્ષના વિજેતા નેતાઓને હોદ્દાઓની ઑફર કરી રહ્યા હતા. એવીજ એક ઑફર એક સમયના રાજદના સાથીદાર મૂકેશ સાહનીને કરી હતી.

તેજસ્વીએ મૂકેશની કોણીએ ગોળ લગાડતાં એને નાયબ મુખ્ય પ્રધાનપદની ઑફર કરી હતી. પરંતુ મૂકેશે તો એને જડબાતોડ જવાબ આપ્યો હતો. મૂકેશે કહ્યું કે પહેલાં મારી પીઠમાં છરો ભોંક્યો, મને દગો આપ્યો અને હવે નાયબ મુખ્ય પ્રધાનપદની ઑફર કરે છે. મારે નથી જોઇતું નાયબ મુખ્ય પ્રધાનપદ. ભલે નીતિશ કુમાર ભાજપના સહકારથી મુખ્ય પ્રધાન બનતા.

તેજસ્વીએ અસદુદ્દીન ઓવૈસીના પાંચ વિજેતા અને કોંગ્રેસી ધારાસભ્યોને પણ લલચાવ્યા હતા કે મને ટેકો આપો. હું તમને જોઇતું પ્રધાનપદ અને ખાતું આપીશ.

એક વાત નક્કી છે. બિહારમાં રાજદ સૌથી વધુ બેઠકો સાથે પહેલા ક્રમે આવ્યો હતો. બીજા ક્રમે ભાજપ હતો અને છેક ત્રીજા ક્રમે જદયુ હતો. આમ છતાં ભાજપના સહકારથી નીતિશ કુમાર ફરી એકવાર મુખ્ય પ્રધાન થવા જઇ રહ્યા છે. મોટે ભાગે દિવાળી પછી એ પદના સોગન લેશે. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિશ કુમાર પર મંજૂરીની મહોર મારી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here