પશ્ચિમ રેલ્વે પર રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ગેરકાયદેસર દારુના દાણચોરો સામે વિશેષ ઝુંબેશ

0
17
Share
Share

રાજકોટ. તા. ૧૫

ટ્રેનો અને રેલ્વે પરિસરમાં તસ્કરો વિરુદ્ધ વિશેષ કાર્યવાહીમાં ગેરકાયદેસર દારુ ઝડપાયો અને આરોપીની ધરપકડ કરી.

પશ્ચિમ રેલ્વેના રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ટ્રેન અને રેલ્વે પરિસરમાં દારુની હેરાફેરી કરનારાઓની પ્રવૃત્તિઓને રોકવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ પ્રેસ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રેનોમાં અને રેલ્વે વિસ્તારોમાં અન્ય જગ્યાએ દારુના દાણચોરોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગેના અહેવાલો આવ્યા છે. તદનુસાર, દારુના દાણચોરોને પકડવા અને તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પ્રિન્સીપલ ચીફ સિક્યોરિટી કમિશનરના નિદર્ેશથી પશ્ચિમ રેલ્વેના રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર ૨૦૨૦ માં, ૨૪ કેસો પકડવામાં આવ્યા હતા અને ૨૧ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી રુ .૨ .૪૧ લાખની કિંમતનું ૩૮૫૭.૩૭ લિટર સામગ્રી જપ્ત કરવામાં આવી છે.ગેરકાયદેસર દારુના દાણચોરીને અટકાવવા તમામ છ ડિવિજનમાં વિશેષ ટીમો બનાવી અસરકારક કાર્યવાહી કરવામાં આવી હતી અને વિશેષ ટીમ દ્વારા ગેરકાયદેસર તસ્કરો સામે ટ્રેનોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here