પશ્ચિમ રેલ્વે દ્વારા તેજસ એકસપ્રેસ સહિત ગુજરાત થી કુલ પાંચ વિશેષ ટ્રેનો નું પરિચાલન

0
21
Share
Share

યાત્રીઓ ની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઈ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ સહિત ૪ જોડી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદ મંડળ ના મંડળ રેલ પ્રબંધક  દિપક કુમાર ઝા ના જણાવ્યા મુજબ, આ ટ્રેનો પ્રસ્થાન ની તારીખ અનુસાર આગળની સૂચના સુધી ચાલુ રહેશે. આ વિશેષ ટ્રેનો ની વિગત નીચે મુજબ છેઃ

દ્દ ટ્રેન નં. ૦૨૯૪૫/૦૨૯૪૬ મુંબઈ સેન્ટ્રલ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ સૌરાષ્ટ્ર મેલ (પ્રતિદિન)

ટ્રેન નં. ૦૨૯૪૫ મુંબઈ સેન્ટ્રલ-ઓખા સ્પેશિયલ ટ્રેન ૧૫ ઓક્ટોબર, ૨૦૨૦ થી ૨૧.૩૫ કલાકે મુંબઇ સેન્ટ્રલ થી ઉપડશે અને બીજા દિવસે ૧૫.૩૫ કલાકે ઓખા પહોંચશે. આવી જ રીતે ટ્રેન નં. ૦૨૯૪૬ ઓખા-મુંબઇ સેન્ટ્રલ વિશેષ ટ્રેન ૧૬ ઓક્ટોબર, ૨૦૨૦ થી ૧૩.૧૦ કલાકે ઓખા થી ઉપડશે અને બીજા દિવસે ૦૭.૧૦ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેનમાં ફસ્ટર્ એસી, એસી AC ટાયર, એસી ઈંઈંઈં ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ હશે.

દ્દ ટ્રેન નં.૦૨૯૭૧/૦૨૯૭૨ બાન્દ્રા ટર્મિનસ-ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ

(ત્રી-સાપ્તાહિક)

ટ્રેન નંબર ૦૨૯૭૧ બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ બાંદ્રા (ટી) થી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૦ થી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે ૨૧.૩૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૦.૩૦ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર ૦૨૯૭૨ ભાવનગર ટર્મિનસ – બાંદ્રા (ટી) સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ થી ૧૬ ઓક્ટોબર ૨૦૨૦ થી દર સોમવાર, બુધવાર અને શુક્રવારે ૧૮.૩૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૮.૩૫ કલાકે બાંદ્રા (ટી) પહોંચશે. આ ટ્રેન અંધેરી, બોરીવલી, વાપી, વલસાડ, નવસારી,સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, જોરાવરનગર, લીંબડી, રણપુર, બોટાદ,ધોલા,સોનગઢ, સિહોર, ગુજરાત અને ભાવનગર પરા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી ૨ ટાયર,એસી ૩ ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ હશે.

દ્દ ટ્રેન નંબર ૦૯૦૦૩/૦૯૦૦૪ બાન્દ્રા ટર્મિનસ – ભુજ એ.સી. સ્પેશિયલ એક્સપ્રેસ (ત્રી-સાપ્તાહિક)

ટ્રેન નંબર ૦૯૦૦૩ બાન્દ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ બાન્દ્રા (ટી) થી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે ૧૬ ઓક્ટોબર ૨૦૨૦ થી ૨૩.૪૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૨.૪૦ વાગ્યે ભુજ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૦૦૪ ભુજ – બાંદ્રા (ટી) વિશેષ ભુજ થી દર સોમવાર, ગુરુવાર અને શનિવારે ૧૭ ઓક્ટોબર, ૨૦૨૦ થી ૧૫.૫૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૫.૧૫ કલાકે બાંદ્રા (ટી) પર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, સુરત, વડોદરા, અમદાવાદ, સામાખ્યાલી અને ગાંધીધામ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફસ્ટર્ એસી , એસી ઈંઈં ટાયર અને એસી ઈંઈંઈં ટાયર કોચ હશે.

દ્દ ટ્રેનનંબર ૦૨૯૪૧/૦૨૯૪૨ ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ (સાપ્તાહિક)

ટ્રેન નંબર ૦૨૯૪૧ ભાવનગર ટર્મિનસ – આસનસોલ સ્પેશિયલ ૨૦ ઓક્ટોબર, ૨૦૨૦ થી દર મંગળવારે ૧૭.૩૦ કલાકે ભાવનગર ટી થી ઉપડશે અને ગુરુવારે ૧૦.૨૫ વાગ્યે આસનસોલ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૨૯૪૨ આસનસોલ – ભાવનગર ટી સ્પેશિયલ, ૨૨ ઓકટોબર, ૨૦૨૦ ને ગુરુવારે ૧૯.૪૫ વાગ્યે આસનસોલ થી ઉપડશે અને શનિવારે ૧૧.૧૦ વાગ્યે ભાવનગર ટી પહોંચશે. આ ટ્રેન સોનેગઢ, ધોલા જં., બોટાદ, જોરાવરનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, દાહોદ, રતલામ, શામગઢ, ભવાનીમંડી, રામગંજમંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સીટી, આગ્રા ફોટર્, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, દીનદયાળ ઉપાધ્યાય જં,ભબુઆ રોડ, સાસારામ, ડેહરી ઓન સોન, અનુગ્રહ નારાયણ, ગયા, કોડરમા, પારસનાથ અને ધનબાદ બંને દિશામાં રોકાશે. ટ્રેનમાં એસી ૨ ટાયર, એસી ૩ ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ હશે.

દ્દ ટ્રેન નંબર ૮૨૯૦૧/૮૨૯૦૨ મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ (ગુરુવાર સિવાય)

ટ્રેન નંબર ૮૨૯૦૧ મુંબઇ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ, મુંબઇ સેન્ટ્રલ થી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૦ થી ૧૫.૩૫ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૨૧.૫૫ કલાકે અમદાવાદ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર ૮૨૯૦૨ અમદાવાદ – મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ૧૭ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ અમદાવાદ થી ૦૬.૪૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૩.૧૦ કલાકે મુંબઇ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન અંધેરી, બોરીવલી, વાપી, સુરત, ભરુચ, વડોદરા અને નડિયાદ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેન માં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ એસી ચેર કાર કોચ હશે. જ્યાં સુધી સામાન્ય લોકોને ઉપનગરીય ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી ન મળે ત્યાં સુધી, આ ટ્રેન માટે અંધેરી સ્ટેશન પર સ્ટોપેજ અસ્થાયી ધોરણે આપવામાં આવ્યું છે.

ટ્રેન નંબર ૦૯૦૦૩/૦૯૦૦૪ નું બુકિંગ ૧૧ ઓક્ટોબર, ૨૦૨૦ થી ખુલશે. ટ્રેન નંબર ૦૨૯૪૫/૦૨૯૪૬ નું બુકીંગ ૧૨ ઓક્ટોબર, ૨૦૨૦ થી ખુલશે. ટ્રેન નંબર ૦૨૯૭૧/૦૨૯૭૨ માટે બુકિંગ ૧૩ ઓક્ટોબર, ૨૦૨૦ થી શરુ થશે. ટ્રેન ૦૨૯૪૧ નું બુકિંગ ૧૫ ઓક્ટોબર ૨૦૨૦ થી નિર્ધારિત ઙછજ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર પ્રારંભ થશે. ઉપરોક્ત તમામ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે ચાલશે. તેજસ એક્સપ્રેસ માટે બુકિંગ ફક્ત આઇઆરસીટીસી વેબસાઇટ અને આઈઆરસીટીસીના કરંટ આરક્ષણ કાઉન્ટરો પર ઓનલાઇન ઉપલબ્ધ છે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here